Not Set/ તો શું રાજસ્થાનમાં પણ મધ્ય પ્રદેશનું પુનરાવર્તન થશે?

ડિસેમ્બર 2018 માં કોંગ્રેસ રાજસ્થાનમાં ભાજપને હટાવીને સત્તામાં પાછી ફરી હતી. પાર્ટી ત્યારથી અત્યાર સુધીનાં સૌથી મોટા રાજકીય સંકટનો સામનો કરી રહી છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલોટ મુખ્યમંત્રી અશોક ગેહલોતની કાર્ય કરવાની રીતથી ભારે નારાજ દેખાઇ રહ્યા છે અને પક્ષનાં ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ તેમની વિરુદ્ધ ખુલ્લેઆમ એક થઈ રહ્યા છે. […]

India
bc4465ebd0010f4ef88f8369f9045bf9 1 તો શું રાજસ્થાનમાં પણ મધ્ય પ્રદેશનું પુનરાવર્તન થશે?

ડિસેમ્બર 2018 માં કોંગ્રેસ રાજસ્થાનમાં ભાજપને હટાવીને સત્તામાં પાછી ફરી હતી. પાર્ટી ત્યારથી અત્યાર સુધીનાં સૌથી મોટા રાજકીય સંકટનો સામનો કરી રહી છે. રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલોટ મુખ્યમંત્રી અશોક ગેહલોતની કાર્ય કરવાની રીતથી ભારે નારાજ દેખાઇ રહ્યા છે અને પક્ષનાં ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ તેમની વિરુદ્ધ ખુલ્લેઆમ એક થઈ રહ્યા છે. ચર્ચા છે કે કેટલાક મંત્રીઓ પણ મુખ્યમંત્રી દ્વારા બોલાવાયેલી બેઠકની અવગણના કરી રહ્યા છે. ત્યારે હવે રાજસ્થાનમાં ગેહલોત સરકાર રહેશે કે નહી હવે તે મોટો સવાલ બન્યો છે.

રાજસ્થાનમાં આજની સ્થિતિ જોઇને તમને લાગશે કે આ સ્ક્રિપ્ટ તો પહેલા તમે સાંભળેલી છે. જી હા, કોરોના વાયરસનાં ભારતમાં પ્રવેશ સમયે આ સમગ્ર ઘટના મધ્ય પ્રદેશમાં ઘટી હતી. જ્યા જ્યોતિરાધિત્ય સિંધિયા અને તેમના ઘણા ઘારાસભ્યો કમલનાથ સરકારની વિરુદ્ધમાં આવી ગયા હતા. ઠીક આ જ સ્થિતિ આજે રાજસ્થાનમાં આજે દેખાઇ રહી છે. એવા અહેવાલો છે કે પાયલોટની સાથે કોંગ્રેસનાં 30 ધારાસભ્યો છે અને કેટલાક અપક્ષો પણ તેમના એક ઇશારે એક્શન પ્લાન સાથે તૈયાર છે. આવી સ્થિતિમાં, સવાલ એ છે કે શું ગેહલોત સરકાર પણ કમલનાથ સરકારની જેમ આગળ વધશે કે નહી તે એક મોટો સવાલ છે. રાજકારણનાં ધૂરંધર કહેવાતા સીએમ ગેહલોત બાજી સંભાળી શકશે કે નહી તે હવે જોવાનુ રહ્યુ.

છેલ્લા એક વર્ષમાં કોંગ્રેસ કર્ણાટક અને બાદમાં મધ્ય પ્રદેશમાં હાથમાં આવેલી સત્તા ગુમાવી ચુકી છે. રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર સમક્ષ આ વખતે સૌથી મોટો પડકાર સામે આવ્યો છે. સરકારમાં નંબર વન સચિન પાયલોટ મુખ્યમંત્રીથી નારાજ છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા 30 કોંગ્રેસ ધારાસભ્યો અને કેટલાક સ્વતંત્ર ધારાસભ્યો તેમની સાથે છે અને તેમણે નાયબ મુખ્યમંત્રીને ખાતરી આપી છે કે તેઓ જે પણ નિર્ણય લેશે તેઓ તેમનું સમર્થન કરશે. લગભગ સાડા ત્રણ મહિના પછી પાર્ટીની સ્થિતિ મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ બદલાઈ ગઈ છે. ત્યાં જ્યોતિરાદિત્ય સિંધિયા, કમલનાથ અને દિગ્વિજય સિંહની જોડીની નારાજગીને લીધે કોંગ્રેસ હાઈકમાન્ડે સત્તા હાથથી ખસતી દેખાતી રહી. સવાલ એ છે કે, રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશનું પુનરાવર્તન થશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.