Not Set/ લ્યો કરો વાત! દેશની સૌથી મોટી હોસ્પીટલ, દિલ્હી AIIMS પાસે ફાયર ડિપા. નું NOC જ નથી

દેશની સૌથી મોટી અને વીઆઇપી હોસ્પિટલ દિલ્હી એઇમ્સમાં આગ લાગવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એઈમ્સની જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તેની પાસે ફાયર સેફ્ટીનું NOC(ઓબ્ઝર્વેશન સર્ટિફિકેટ) પણ નહોતું. આ નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. દરમિયાન, એવા સમાચાર છે કે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા એઇમ્સમાં લાગેલા આગના કેસની તપાસ કરશે. તો […]

Top Stories India
લ્યો કરો વાત! દેશની સૌથી મોટી હોસ્પીટલ, દિલ્હી AIIMS પાસે ફાયર ડિપા. નું NOC જ નથી

દેશની સૌથી મોટી અને વીઆઇપી હોસ્પિટલ દિલ્હી એઇમ્સમાં આગ લાગવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ફાયર ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે એઈમ્સની જે બિલ્ડિંગમાં આગ લાગી છે, તેની પાસે ફાયર સેફ્ટીનું NOC(ઓબ્ઝર્વેશન સર્ટિફિકેટ) પણ નહોતું. આ નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. દરમિયાન, એવા સમાચાર છે કે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ દ્વારા એઇમ્સમાં લાગેલા આગના કેસની તપાસ કરશે. તો એઇમ્સ જેવી મહત્વની સંસ્થામાં આગ કેવી રીતે લાગી તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. અને હાલ આ કેસની તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમ રવિવારે પોલીસને પોતાનો રિપોર્ટ આપશે.

aaaaamm 1 લ્યો કરો વાત! દેશની સૌથી મોટી હોસ્પીટલ, દિલ્હી AIIMS પાસે ફાયર ડિપા. નું NOC જ નથી

દિલ્હી ફાયરના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એઈમ્સનાં ટીચિંગ બ્લોકમાં આગની કોઈ NOC નહોતી, જેમાં શનિવારે ભયંકર આગ લાગી હતી. આ મકાન ખૂબ જ જૂનું છે. નિયમો અનુસાર, દર ત્રણ વર્ષે ફાયર NOC લેવી ફરજિયાત છે અને દર વર્ષે ફાયર NOC પ્રમાણિત થાય છે, જે નિયમને દેશની સૌથી મોટી હોસ્પીટલમાં ગણવામાં આવે છે તેવી એઈમ્સનાં સત્તાવાળાઓ ઘોળીને પી ગયા હોય તેવું પ્રતિત થઇ રહ્યું છે.

આરોગ્ય મંત્રીએ પરિસ્થિતિનો હિસ્સો લીધો

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધન રવિવારે સવારે સ્થળની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનનો અભ્યાસ કર્યો હતો. તેમની સાથે એઇમ્સ ડાયરેક્ટર અને સિનિયર ફેકલ્ટી મેમ્બર પણ હતા. એઈમ્સ પ્રશાસને આ મામલે આંતરિક તપાસ શરૂ કરી છે. એઇમ્સે એક નિવેદનમાં કહ્યું છે કે તેમાં આગની રોકથામની નિયમિત વ્યવસ્થા છે અને ચોવીસ કલાક ફાયર કર્મચારીઓ તૈનાત છે. એઈમ્સના ડિરેક્ટરની પરિસ્થિતિ ધ્યાનમાં લેવા તમામ વિભાગના વડાઓ સાથે બેઠક યોજી છે.

કેજરીવાલે એઈમ્સ વહીવટની પ્રશંસા કરી

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ રવિવારે એઈમ્સ પહોંચ્યા હતા. તેમણે એમ્સ એડમિનિસ્ટ્રેશનની ઉતાવળની પ્રશંસા કરી છે. ઘટના સ્થળેથી પરત ફર્યા બાદ તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘હું આજે એઈમ્સ ગયો હતો, જ્યાં ગઈકાલે આગ લાગી હતી. સદભાગ્યે, એઈમ્સ વહીવટીતંત્રની ઝડપી કાર્યવાહીથી કોઈ તાત્કાલિક જાનહાની થઈ નથી. દિલ્હીના ફાયર વિભાગના લોકોએ પણ આગ પર કાબૂ મેળવવા સખત મહેનત કરી. આગ લાગવાનું કારણ જાણવા તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન