ટાર્ગેટ કિલિંગ/ ઘાટીના પંડિતો દહેશત વચ્ચે મોડીરાત્રે કાશ્મીરના શરણાર્થી કેમ્પમાં પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ફરી એકવાર હિજરત જોવા મળી રહી છે. મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ જમ્મુ પહોંચ્યા હતા

Top Stories India
1 25 ઘાટીના પંડિતો દહેશત વચ્ચે મોડીરાત્રે કાશ્મીરના શરણાર્થી કેમ્પમાં પહોંચ્યા

જમ્મુ-કાશ્મીરમાં 12 કલાકમાં આતંકીઓએ બે લોકોની હત્યા કરી નાંખી છે સતત હત્યાના બનાવોને આંતકવાદીઓ અંજામ આપી રહ્યા છે. આતંકવાદીઓએ બે બિન-કાશ્મીરીઓને ગોળી મારી હતી, જેમાં બિહારના રહેવાસી દિલખુશ કુમારનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. બીજી તરફ ગુલગામમાં આતંકવાદીઓએ એક બેંક મેનેજરની ગોળી મારીને હત્યા કરી નાખી.

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ફરી એકવાર હિજરત જોવા મળી રહી છે. મોડી રાત્રે કાશ્મીર ઘાટીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓ જમ્મુ પહોંચ્યા હતા. કાશ્મીરી પંડિતો અને કર્મચારીઓએ સરકાર પાસે સુરક્ષાની માંગ કરી હતી. બીજી તરફ કાશ્મીરમાં ગોળીબારની અસર આસ્થા પર દેખાવા લાગી છે. ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ બાદ કાશ્મીરી પંડિતોની માંગને ધ્યાનમાં રાખીને ખીર ભવાની યાત્રાને હાલ પૂરતું સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.હાલ તેઓ શરણાર્થી કેમ્પમાં પહોંચ્યા હતા.

8 જૂનથી ખીર ભવાની યાત્રાની તૈયારીઓ શરૂ થવાની હતી. મંદિરની સફાઈ પણ ઘણી થઈ, પરંતુ મંદિર પરિસરમાં કર્મચારીઓની હત્યાનો વિરોધ સતત ચાલુ રહ્યો. છેલ્લા બે વર્ષની વાત છોડીએ તો 1994માં આ યાત્રા શરૂ થઈ ત્યારથી અવિરત ચાલી રહી છે. પરંતુ કાશ્મીરી પંડિતોનું માનવું છે કે હવે સ્થિતિ વણસી ગઈ છે. હાલ ખીર ભવાની યાત્રા મોકૂફ રાખવામાં આવી છે પરંતુ અમરનાથ યાત્રા પણ 30 જૂનથી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભક્તોની સુરક્ષા પ્રશાસનની સૌથી મોટી ચિંતા બની ગઈ છે. તેથી અમરનાથ યાત્રા માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.