MP Mohan Kundariya/ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના કુટુંબના 12 સભ્યોના મોત

મોરબી અને મચ્છુ જાણે કરૂણાંતિકા માટે એકબીજાના પર્યાય બની ગયા છે. આ મોરબી પુલ હોનારતમાં મૃત્યુઆંક 150ને વટાવી ગયો છે. આ કરુણાંતિકાનો ભોગ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું કુટુંબ પણ બન્યું છે.

Top Stories Gujarat
Morbi bridge collapse 2 રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના કુટુંબના 12 સભ્યોના મોત

મોરબી અને મચ્છુ જાણે કરૂણાંતિકા માટે એકબીજાના પર્યાય બની ગયા છે. આ મોરબી પુલ હોનારતમાં મૃત્યુઆંક 150ને વટાવી ગયો છે. આ કરુણાંતિકાનો ભોગ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું કુટુંબ પણ બન્યું છે.

સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે. સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે છે. હાલમાં તેમની પરિસ્થિતિ અત્યંત કપરી છે. પોતાના જ કુટુંબના 12 સભ્યોના મોતનો જખમ વેઠીને લોકોના આંસુ લૂછવા પડી રહ્યા છે.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાથી રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્ છે. NDRF, આર્મી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. નેવી અને એરફોર્સની ટીમ પણ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. નદીમાં કીચડ હોવાથી મૃતદેહ શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોડી રાતથી મચ્છુમાં સર્ચ યથાવત્ છે.

Mohan kundariya રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના કુટુંબના 12 સભ્યોના મોત

પોલીસે યુદ્ધના ધોરણે NDRF, SDRF, હોમગાર્ડ, આર્મી અને નેવી જેવી તમામ એજન્સી સાથે સંપર્ક કરીને આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન કર્યું છે. જેમાં અનેક લોકોને બચાવીને હોસ્ટેજીસમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ છે. તેની સાથે તમામ એમ્બ્યુલન્સને સ્ટેડ ટુ બાય રાખવામાં આવી છે.

પુલના રીનોવેશન બાદ ફીટનેસનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું કે કેમ ? પુલની મજબૂતાઈ સહીતના વિવિધ ટેસ્ટ કરાયા હશે કે કેમ? આ મામલે મોટી બેદરકારી જવાબદાર હોવાનું લાગી રહ્યું છે અને કંપની દ્વારા કરવામાં આવેલ મજબૂતીના દાવા પોકળ સાબિત થયા છે. આથી અસરગ્રસ્તો આ ઘટનામાં ઓરેવાને જવાબદાર ગણી પગલાં ભરવા માંગ ઊઠાવી રહ્યા છે.

પુલના ભારની ક્ષમતા કે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર આડેધડ ટીકીટ ફાળવી દેતા વજનને લઇને પુલ તુંટી પડ્યો હતો. સમારકામ કરનારી કંપનીએ ડિઝાઈનમાં ગંભીર ભૂલો કરી હોઈ શકે? અને મૂળ ડિઝાઈનમાં મોટી છેડછાડએ જ પુલની જળસમાધીનું કારણ બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ મામલે ઓરેવા ગ્રુપે મૌન સીવી લેતા તેની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. આ ગંભીર બેદરકારી બદલ કંપની કે નગરપાલિકાના જવાબદારોને પણ સજા કરાશે કે કેમ? આવા અનેક પ્રશ્નો અત્યારે ઉઠ્યા છે.