DECISION/ નગરો અને મહાનગરોના કામકાજમાં ગતિ લાવવા ભુપેન્દ્ર પટેલ સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે.

Top Stories Gujarat
Decision
  • CM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરો-મહાનગરોમાં વિકાસ કામોમાં ગતિ લાવવાનો અભિગમ
  • વિકાસ કામોની વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો નિર્ણય
  • સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી વિકાસ કામો અને પારદર્શી વહીવટની મુખ્યમંત્રીશ્રીની નેમ
  • નગરપાલિકામાં ચીફ ઓફિસરની અધ્યક્ષતાની સમિતિને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો નિર્ણય

Decision મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કરવાના વિકાસ કામોની તાંત્રિક અને વહીવટી મંજૂરી માટે નગરપાલિકા કક્ષાએ સમિતિની રચના કરવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે. રાજ્યના નગરો-મહાનગરોમાં થતાં વિકાસ કામોમાં ગતિ લાવવા મુખ્યમંત્રીશ્રીએ કુનેહપૂર્ણ અભિગમ દાખવી આ આગવો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ ભૌતિકતાની સાથે આધ્યાત્મિક સમન્વય સાધીને જીવનનો વિકાસ કરી શકાયઃ ભુપેન્દ્રભાઈ પટેલ

વિકાસકામો માટે નગરપાલિકાને ફાળવાતી 15માં નાણાપંચની ગ્રાન્ટમાં પ્રાદેશિક કમિશ્નરની અધ્યક્ષતાની સમિતિ પાસે ફાયનાન્સિયલ પાવર હોવાથી ક્યારેક સ્થાનિક સ્તરે વિકાસકામો માટે નાણાં ફાળવણીમાં વિલંબ પણ થતો હોવાની રજૂઆતો મુખ્યમંત્રી સમક્ષ આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રશ્નના સમાધાન માટે, સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સ્થાનિક સ્તરે ઝડપી અને પારદર્શી વહીવટની નેમ સાથે, દરેક નગરપાલિકામાં ચીફ-ઓફિસરની અધ્યક્ષતામાં સમિતિ રચવાનો અને તેને ફાયનાન્સિયલ પાવર્સ ડેલિગેટ કરવાનો (નાણાંકીય સત્તા સોપવાનો) નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ  મુંબઇ પોલીસે રાખી સાંવતની આ કારણસર કરી ધરપકડ,જાણો

તેમના આ નિર્ણય મુજબ, ‘અ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 50 લાખ, ‘બ’ વર્ગની નગરપાલિકાની સમિતિને 40 લાખ, ‘ક’ વર્ગની નગરપાલિકાની સમિતિને 30 લાખ અને ‘ડ’ વર્ગની નગરપાલિકાની સમિતિને રૂપિયા 20 લાખ સુધીના પાવર્સ ડેલીગેટ કરવાનો નિર્ણય કર્યો છે.   આના પગલે નીચલા સ્તરના રિપેરિંગના કામોમાં અને નાના-નાના કામોમાં તથા તેના માટે કરવામાં આવનારી ભરતીમાં વેગ આવે તેમ માનવામાં આવે છે. તેના લીધે કેટલાય નાના શહેરો જ્યાં વિકાસના કામો નીચલા સ્તરે નાની-નાની રકમોના લીધે અટકી પડે છે ત્યાં વેગ મળે તેમ મનાય છે.

આ પણ વાંચોઃ

 આજે રાધિકા સાથે અનંત અંબાણીની સગાઈ, સાંજે આ સ્થળ પર સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની વિદાય લગભગ નિશ્ચિત! જાણો કોણ બની શકે છે અધ્યક્ષ

આર્મેનિયામાં આર્મી બેરેકમાં ભીષણ આગ લાગતા 15 સૈનિકોના મોત

દિલ્હીમાં પકડાયેલા આતંકવાદીઓના નિશાન પર હતા પંજાબના મોટા નેતાઓ