property/ મિલકતના ખોટા દસ્તાવેજો બનાવનારાને 7 વર્ષની સજા થશે

મિલકતની ખરીદી અને વેચાણ વખતે મિલકત વેચનાર વ્યક્તિ અને ખરીદારના પાસપોર્ટ સાઈઝના ફોટા, અંગુઠાના નિશાન, સહી અને બાયોમેટ્રીક વગેરેના નમુના લેવાય છે. ઘણીવાર મુળ માલિકને બદલે ખોટી વ્યક્તિ પણ ખોટા દસ્તાવેજ કરી જતી હોય છે. આ બાબત ધ્યાનમાં આવતા સરકારે આ નિર્ણય લીધો હતો.

Top Stories Gujarat

@નિકુંજ પટેલ

Property News: રાજયના શહેરોમાં મિલકતના વેચાણને લઈને અનેક ગેરરીતીઓ થઈ રહી છે. એક જ મિલકતના એક કરતા વધુ દસ્તાવેજ, કોઈના નામે મિલકત વેચી દેવી અને દસ્તાવેજ કરવાના ગુનાનું પ્રમાણ વધી ગયું છે. જેને લઈને સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયમાં દસ્તાવેજ બનાવનારી વ્યક્તિએ જ આ બાબતની ખરાઈ કરવી પડશે. જેમાં તેનો ગુનો સાબિત થશે તે દસ્તાવેજ તૈયાર કરનાર પણ ગુનેગાર ઠરશે.

આ ગુનો સાબિત થાય તો તેમાં સાત વર્ષની સજાની જોગવાઈ છે. સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા મિલકતોની ખરીદી, વેચાણ અને નોંધણી સમયે બોગસ દસ્તાવેજો ધ્યાનમાં આવતા નોંધણી નિરીક્ષકે પરિપત્ર બહાર પાડ્યો હતો. જેને પગલે દસ્તાવેજ બનાવતી એજન્સી કે વ્યક્તિએ બન્ને પક્ષકારોની ખરાઈ કરવાની જવાબદારી લેવી પડશે.

મિલકતની ખરીદી અને વેચાણ વખતે મિલકત વેચનાર વ્યક્તિ અને ખરીદારના પાસપોર્ટ સાઈઝના ફોટા, અંગુઠાના નિશાન, સહી અને બાયોમેટ્રીક વગેરેના નમુના લેવાય છે. ઘણીવાર મુળ માલિકને બદલે ખોટી વ્યક્તિ પણ ખોટા દસ્તાવેજ કરી જતી હોય છે. આ બાબત ધ્યાનમાં આવતા સરકારે આ નિર્ણય લીધો હતો.

જેમાં ખાનગી વ્યક્તિ, વકીલ કે એજન્સીએ પોતાના તરફતી એક ફોર્મ ભરી દસ્તાવેજ સાથે જોડવાનું રહેશે. જેમાં જેનો દસ્તાવેજ કરવાનો હોય તેની મિલકતનું વર્ણન દસ્તાવેજનો પ્રકાર, દસ્તાવેજ તૈયાર કરનારનું નામ સરનામુ, ફોન નંબર વગેરેની બાંહેધરી લખી આપવાની રહેશે. જો વિગતો ખોટી જણાય તો નોંધણીના અધિનિયમ મુજબ સાત વર્ષની જેલની સજા તથા દંડ અથવા બન્ને થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Crime/ સુરતમાં ત્રીજા માળેથી પટકાતા વિદ્યાર્થીનીનું મોત

આ પણ વાંચોઃ National Creators Award 2024,/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ક્રિયેટર્સ એવોર્ડ આપતા અમદાવાદીઓ વિશે રસપ્રદ વાત કરી…