Not Set/ ચેતીજજો ! દેશ-દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો ફરી કસાય રહ્યો છે

વિશ્વભરમાં કોરોના વિકરાળ સ્વરૂપમાં ફરી એક વખત જોવામાં આવી રહ્યો છે. વિશ્વભરને બાનમાં લીધા બાદ થોડા અંશે રાહત વિખેરી કોરોના ફરી વિકરાળ બન્યો છે.

Top Stories World
corona world ચેતીજજો ! દેશ-દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો ફરી કસાય રહ્યો છે

વિશ્વભરમાં કોરોના વિકરાળ સ્વરૂપમાં ફરી એક વખત જોવામાં આવી રહ્યો છે. વિશ્વભરને બાનમાં લીધા બાદ થોડા અંશે રાહત વિખેરી કોરોના ફરી વિકરાળ બન્યો છે. લાંબા સમયથી વિશ્વભરમાં કરોડો લોક સંક્રમિત થયા છે, લાખો લોકો કોરોનાનાં કાળનો કોળીયો થઇ ગયા છે, પરંતુ કોરોના અટકવાનુ નામ નથી લઇ રહ્યો અને પાછુ વિશેષ વાત તે પણ છે કે લાંબા સમયથી દેશ-દુનિયા કોરોનાનો તોડ એટલે કે રસી શોધવા મથી રહી છે પરંતુ લગીરે સફળતા પ્રાપ્ત કરી શકી નથી.

કોરોનાથી અમેરિકા બેહાલ

વાત કરવામાં આવે ફરી વિકરાળ સ્વરુપમાં આવેલા કોરોનાની, તો છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં કોરોના કારણે 9,500 લોકોનાં મોત થયા છે. આપને જણાવી દઇએ કે, આ આંકડો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. અમેરિકામાં પણ રેકોર્ડ બ્રેક નવા કેસ નોંધવામાં આવ્યા છે. છેલ્લાં 24 કલાકમાં અમેરિકા એકલા માં જ 1.42 લાખ કેસ સામે આવ્યા છે. એક જ દિવસમાં આટલા કેસથી હાહાકાર જોવામાં આવી રહ્યો છે. વિશેષજ્ઞનાં કહેવા પ્રમાણે અમેરિકામાં સેકન્ડ વેવ સૌથી ભીષણ હશે. 

વિશ્વભરમાં કોરોનાનો અજગરીભરડો કસાયો

આમ તો સમગ્ર વિશ્વમાં કોરોનાનો અજગરભરડો ફરી એક વખત જોવામાં આવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 6.13 લાખ નવા કેસ સામે આવ્યા છે, તો છેલ્લાં 24 કલાકમાં વિશ્વમાં કોરોના કારણે 9,500 લોકોનાં મોત થયા છે. અમેરિકામાં કોરોનાનાં નવા 1.42 લાખ કેસ, બ્રાઝિલમાં કોરોના વકરતા 47 હજાર નવા કેસ, ફ્રાન્સમાં નવા 35 હજાર અને બ્રિટનમાં નવા 22 હજાર કેસ સાથે વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક 5.24 કરોડને પાર થઇ ચૂક્યો છે. 

ભારતમાં આવી છે કોરોનાની સ્થિતિ

ભારતનાં  સંદર્ભમાં કોરોનાની વાત કરવામાં આવે તો, સમગ્ર દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાનાં કેસની સ્થિતિ કઇક આવી છે. દેશમાં કોરોનાનાં નવા 48 હજાર કેસ નોંધવામાં આવ્યા છે. દેશમાં 24 કલાકમાં 52 હજાર દર્દી રિકવર થયા છે. દેશમાં કુલ કેસનો આંક 86.84 લાખ પર છે. દેશમાં કોરોનાથી કુલ 1.28 લાખ લોકોનાં મોત નોંધવામાં આવ્યા છે, જયારે દેશમાં કોરોનાનાં હાલ 4.89 લાખ એકટિવ કેસ હોવાનું નોંધવામાં આવી રહ્યું છે.

ગુજરાતનો કોરોના સંદર્ભ

દિવાળી ટાણે રાજ્યમાં કોરોનાએ ઉથલો માર્યો હોય તેવી રીતે ગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતતત ઉછાળો જોવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાનાં નવા 1125 કેસ નોંધવામાં આવ્યા, તો 1352 દર્દીઓ સાજા થયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 6 દર્દીનાં કોરોનાથી મોત નિપજ્યા છે. રાજ્યમાં હાલ 12,245 કોરોનાનાં એકટિવ કેસ છે.