Riverfront Murder/ વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મંગળવારે એક યુવકની હત્યાની ઘટનાના પગલે સન્નાટો છવાઈ ગયો છે. હવે આ કેસમાં અનેક નવા ફ્રન્ટ ખૂલ્યા છે. આ કેસની હત્યાની કડીઓ અગાઉ વિરમગામમાં થયેલી હત્યાની કડીઓ સાથે જોડાતા પોલીસ સક્રિય થઈ ગઈ છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 71 વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

અમદાવાદઃ અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મંગળવારે એક યુવકની હત્યાની ઘટનાના પગલે સન્નાટો છવાઈ ગયો છે. હવે આ કેસમાં અનેક નવા ફ્રન્ટ ખૂલ્યા છે. આ કેસની હત્યાની કડીઓ અગાઉ વિરમગામમાં થયેલી હત્યાની કડીઓ સાથે જોડાતા પોલીસ સક્રિય થઈ ગઈ છે.

રિવરફ્રન્ટ પર મંગળવારે સ્મિત ગોહિલ નામના યુવકની હત્યા થી હતી. હવે એવી માહિતી મળી છે કે 30મી ઓક્ટોબરે વિરમગામથી રવિન્દ્ર લુહાર નામની વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્મિત ગોહિલ અને રવિન્દ્ર લુહાર બંને મિત્રો હતા. તેથી બંનેની હત્યામાં કોઈ ત્રીજા મિત્રની સંડોવણી હોવાની પોલીસને શંકા છે. પોલીસે આ મામલે યશ રાઠોડ નામના ત્રીજા મિત્રની અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે.

પોલીસને પ્રાથમિક તપાસમાં રવિન્દ્ર લુહારની હત્યા રૂપિયાની લેતીદેતીમાં થઈ હોવાનું લાગી રહ્યુ છે. તેનું કારણ એ છે કે રવિન્દ્રની હત્યાના સ્થળે સ્મિત ગોહિલ અને અન્ય મિત્રની હાજરી હોવાનું પ્રમાણ પણ મળી આવ્યું છે. રવિન્દ્રની હત્યા છરી અને ગોળી મારીને કરવામાં આવી છે. રવિન્દ્ર અને સ્મિતની હત્યા અન્ય મિત્રએ કર્યા હોવાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

રવિન્દ્ર લુહાર રિસાઈ ગયો હોવાથી સ્મિત ગોહિલતેને શોધવા ગયો હતો. હવે પહેલા રવિન્દ્ર અને પછી સ્મિતની પણ હત્યા કરી દેવામાં આવી હોવાથી રહસ્ય વધુ ઘેરુ બન્યું છે. સ્મિત-રવિન્દ્રની હત્યા પાછળનું રહસ્ય વધ્યું છે. બંને મિત્રોની હત્યા પાછળ કોઈ મોટું કારણ જવાબદાર હોવાની સંભાવનાને લઈને પણ અમદાવાદ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે.

મૃતક સ્મિત ગોહિલના પિતા તેમના એકના એક દીકરાની હત્યાથી ખૂબ જ દુઃખી છે. તેમનું કહેવું છે કે સ્મિતનો મિત્ર રવિન્દ્ર લુહાર બે દિવસથી ગુમ હતો. તેથી સ્મિત રવિન્દ્રને શોધવા નીકળ્યો હતો. હવે તેની પણ હત્યા થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચે યશ રાઠોડ નામના ત્રીજા મિત્રની આ સંદર્ભમાં અટકાયત કરી છે. પોલીસને હત્યા પાછળ નાણાકીય લેવડદેવડ કારણભૂત લાગે છે. હાલમાં બંનેના કુટુંબીજનો જબરજસ્ત શોકમાં છે.


whatsapp ad White Font big size 2 4 વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન


આ પણ વાંચોઃ Israel Hamas War/ ગાઝાના સૌથી મોટા રેફ્યુજી કેમ્પ પર ઈઝરાયેલી સેનાએ હુમલો કર્યો, હમાસના 50 લડવૈયા માર્યા ગયા, 150થી વધુ ઘાયલ

આ પણ વાંચોઃ સુરત/ આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા

આ પણ વાંચોઃ Inaugurated Today/ PM મોદી અને બાંગ્લાદેશના શેખ હસીનાએ સંયુક્ત રીતે 3 વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું