Not Set/ જામનગરમાં ઘટી મોબ લિન્ચિંગની ધૃણાસ્પદ ઘટના, જાણો શું છે હકીકત

ટોળાશાહીનો પ્રકોપ દેશભરમાં હાહકાર મચાવી રહ્યો છે. ટોળાને અકલ હોતો નથી, તે કહાવત મુજબ ક્યારેક ક્યારેક તો ટોળાશાહીની ક્રુરરતાનો ભોગ નિર્દોષ પણ બની જતું હોય છે. ફક્ત આશંકાનાં નામે નિર્દોષનો ભોગ લાવાની આવી ધૃણાસ્પદ ઘટનામાં હવે ગુજરાત પણ બાકાત નથી અને ગુજરાતમાં પણ આવી ઘટનાઓ આકાર લેતી રહે છે ત્યારે આજે ફરી મોબ લિંન્ચિંગની વધુ […]

Top Stories Gujarat Others
freepressjournal import 2018 05 mob thrash beat up assault જામનગરમાં ઘટી મોબ લિન્ચિંગની ધૃણાસ્પદ ઘટના, જાણો શું છે હકીકત

ટોળાશાહીનો પ્રકોપ દેશભરમાં હાહકાર મચાવી રહ્યો છે. ટોળાને અકલ હોતો નથી, તે કહાવત મુજબ ક્યારેક ક્યારેક તો ટોળાશાહીની ક્રુરરતાનો ભોગ નિર્દોષ પણ બની જતું હોય છે. ફક્ત આશંકાનાં નામે નિર્દોષનો ભોગ લાવાની આવી ધૃણાસ્પદ ઘટનામાં હવે ગુજરાત પણ બાકાત નથી અને ગુજરાતમાં પણ આવી ઘટનાઓ આકાર લેતી રહે છે ત્યારે આજે ફરી મોબ લિંન્ચિંગની વધુ એક ઘટના સામે આવી છે.

ગુજરાતનાં જામનગરનું નામ પણ આ મામલામાં સામેલ થયું છે. જામનગરમાં માત્ર ચોર કરતો હોવાની આશંકામાં સાત લોકોએ ભેગા મળીને એક અજાણી વ્યક્તિને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે.

જામનગર પોલીસે સોમવારે આ અંગેની જાણકારી આપતા જણાવ્યું કે, આ શરમજનક ઘટના મોતી ખાવડી ગામની છે, જ્યા રવિવારે આ ઘટના ઘટી હતી. આ મામલમાં સામેલ સાતમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. મૃતકની ઓળખ થઇ નથી, પરંતુ તેની અંદાજીત ઉંમર 36 વર્ષની હોવાનું માનવામાં આવે છે.

જામનગર પોલીસના જણાવ્યા મુજબ મૃતક વ્યક્તિએ રવિવારે સવારે દીવાલ કૂદીને મકાનમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. જે પછી સ્થાનિક લોકોએ તેને ચોર સમજીને લાકડીઓથી માર માર્યો હતો, આ દરમિયાન તેની મોત થયું હતું.

સ્થાનિક પોલીસ હાલ બાકીનાં ફરાર ત્રણ અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ આ  સાતેય આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.