Not Set/ ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, સરેરાશ 47 ટકા મતદાન થયું

ભુજમાં યોજાયેલી ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. જેમાં સરેરાશ 47 ટકા મતદાન થયું હતું. રાપરમાં વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાનબુથ પર જોવા મળ્યા હતા. રાપરમાં કુલ 16 બેઠક માટે 32 ઉમેદવારો ચૂંટણી જંગમાં જોડાયા હતા. જ્યારે રાપરની 12 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે. આ મતવિસ્તાર સંવેદનશીલ […]

Top Stories
bhj ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, સરેરાશ 47 ટકા મતદાન થયું

ભુજમાં યોજાયેલી ભચાઉ અને રાપર નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ છે. જેમાં સરેરાશ 47 ટકા મતદાન થયું હતું.

રાપરમાં વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા મતદાનબુથ પર જોવા મળ્યા હતા. રાપરમાં કુલ 16 બેઠક માટે 32 ઉમેદવારો ચૂંટણી જંગમાં જોડાયા હતા. જ્યારે રાપરની 12 બેઠક પહેલેથી જ બિનહરીફ થઈ ચૂકી છે.

આ મતવિસ્તાર સંવેદનશીલ હોવાના કારણે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો તો ભચાઉમાં પણ આઠ વાગ્યાથી જ મતદાન શરૂ થઈ ગયું હતું.

ભચાઉની 28 બેઠકો માટે ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું. રસાકસી ભર્યા ચૂંટણી જંગના કારણે ભાજપ – કોંગ્રેસ નેતાઓએ ભચાઉમાં ધામાં નાખ્યા હતાં. ભાજપ સતા પુનરાવર્તન માટે તો કોંગ્રેસ સતા પરિવર્તન માટે ચૂંટણી મેદાનમાં જંપલાવ્યું છે.