અમદાવાદ/ સાણંદ તાલુકામાં ભૂ-માફિયાઓનો આતંક : ફાંગડી ગામે ગેરકાયદેસર રેતી ખનન

તળાવમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા સામે કડક પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની માગ છે.

Ahmedabad Top Stories Gujarat
માટી

સાણંદ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી ભૂ-માફિયાઓનો આતંક વધી રહ્યો છે. જોકે ફાંગડી ગામની સીમમાં તો બેફામ રીતે ભૂ-માફિયાઓ દ્વારા ગામનાં તળાવમાંથી ગેરકાયદેસર માટીનું ખનન કરવામાં આવી રહ્યું  હોવાની વાત જાણવા મળી છે. એક તરફ ભૂ-માફિયાનો આતંક વધી રહ્યો છે અને બીજી તરફ ગ્રામજનોનો ડર વધી રહ્યો છે. કારણકે આ ભૂ-માફિયા બીજા ગામ અને પ્રદેશના હોય તેવી ચર્ચા થઇ રહી છે અને તેઓ લોકોને ખૂબ ડરાવી રહ્યાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ફાંગડીનાં ગ્રામજનોએ આ બાબતે તાત્કાલિક એક્શન લેવા સાણંદ મામતલદારને આવેદનપત્ર આપ્યું હતું અને વિનંતી કરી છે કે આ ભૂ-માફિયાઓના આતંકમાંથી ઝડપથી ફાંગડી ગામને બચાવવામાં આવે.

સાણંદ

વધુ વિગત અનુસાર સાણંદ તાલુકાના ફાંગડી ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના તળાવમાંથી આસપાસના જુવાલ અને જુડા ગામનાં તેમજ કેટલાક અજાણ્યા માથાભારે ઈસમો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગામનાં તળાવમાંથી મોટા પ્રમાણમાં માટી અને રેતીની ઉઠાંતરી કરવામાં આવી રહી છે. આ અંગે ગ્રામજનોએ આ ઈસમોને રોકવાનો પ્રયત્ન કરતા ગ્રામજનોને ધાક ધમકી આપી અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગ્રામ પંચાયતનાં કોઈ પણ પ્રકારના ઠરાવ કે મંજૂરી વિના જ આ ઈસમોએ તળાવમાંથી મોટાપાયે માટી ઉઠાવી આખું તળાવ ખોદી નાખ્યું છે અને કરોડો રૂપિયાની માટીની ચોરી થતા પંચાયતને રોયલ્ટીને સીધુ જ નુકશાન પહોચાડ્યું છે. આ ઈસમોને તાત્કાલિક રોકવામાં આવે અને ચોરેલી તમામ માટીનો ખર્ચ વસૂલી પંચાયતની કચેરીમાં જમા કરાવવામાં આવે તેમજ આવા ઈસમો જે ગ્રામજનોને ધમકાવે છે તેમના વિરુદ્ધ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગણી કરવામાં છે.

સાણંદ

આ પણ વાંચો : વડોદરામાં કુતરાનાં ખસિકરણ પાછળ રૂ.6 કરોડનો ધુમાડો પણ પરિણામ શૂન્ય