સંબોધન/ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે : નીતિન પટેલ 

કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરી શકાય એ માટે રાજ્ય સરકાર દ્વારા નવા મેડીકલ સ્ટાફની પણ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. હમણાં જ ૩૦૦૦ નર્સોની ભરતી કરવામાં આવી છે

Top Stories Gujarat Others
FACEBOOK 2 કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે : નીતિન પટેલ 

દેશનાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ગોધરાનાં પોલીસ પરેડ ગ્રાંઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીમાં સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે. અત્યારે રાજ્યમાં સરકારી હોસ્પીટલો સહિત અનેક જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી ૪૦૦ મેટ્રીક ટન નવા ઓક્સિજન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે.આ ઉપરાંત ૨૦૦૦ નવા વેન્ટિલેટરની પણ ખરીદી તાજેતરમાં કરવામાં આવી છે. તેનો જથ્થો આવવાની પણ શરૂઆત થઇ ગઇ છે. જેનાથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત વધુ સજ્જ થયું છે.

તેમણે ઉમેર્યું કે, કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરી શકાય એ માટે રાજ્ય સરકાર દ્વારા નવા મેડીકલ સ્ટાફની પણ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. હમણાં જ ૩૦૦૦ નર્સોની ભરતી કરવામાં આવી છે અને તેઓ હાજર પણ થઇ ગયાં છે. કોરોનાનો અસરકારક સામનો કરવા, વધુને વધુ સજ્જ થવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

તેમણે જણાવ્યું કે, કોરોના સામે વેક્સિન એ અમોઘ હથિયાર છે ત્યારે રાજ્યમાં પોણા ચાર કરોડ લોકો વેક્સિન લઇ ચૂક્યા છે અને જલ્દી જ આ આંકડો ચાર કરોડે પહોંચશે. રાજ્ય સરકાર કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા પ્રતિબદ્ધ છે ત્યારે રોજનાં ૩ થી ૬ લાખ લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોના સામે મેડીકલ સ્ટાફ, હોસ્પીટલોમાં પથારીઓ, વેન્ટીલેટર સહિતનાં સાધનો, ઓક્સિજન એમ તમામ મોરચે સજ્જ છે.

તેમણે કહ્યું કે, pm નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગુજરાતની જનતાને હમેશા પડખે રહી છે. ઓક્સિજનથી લઇને કોઇ પણ પ્રકારની જરૂરિયાત માટે તુરત જ મદદ પહોંચતી કરી છે. રાજ્ય સરકારે પણ કોરોનાકાળમાં દિવસરાત એક કર્યા હતા અને તેમાં વ્યાપક જનસહયોગ પણ સાંપડયો હતો ત્યારે અત્યારે ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા આંગણીના વેઢે ગણાય એટલી રહી ગઇ છે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે ખેડૂતોના કરોડોરૂ.ના અનાજની ખરીદી કરીને ખેડૂતોના હિતોને સવોચ્ચ પ્રાથમિકતા આપી છે. મા નર્મદાના પાણી ગુજરાતની ૪ કરોડની જનતા સુધી પહોંચ્યા છે ત્યારે આ વર્ષે વરસાદ ખેચાવાની સ્થિતિમાં પણ ખેડૂતો માટે સિંચાઇના પાણી આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોની કરોડો હેક્ટરની જમીનને નર્મદાના નીરથી સિંચાઇનું પાણી મળ્યું છે. રાજ્ય સરકાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં યશસ્વી નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય, પાણી-સિંચાઇ, માળખાગત સુવિધાઓ એમ દરેક ક્ષેત્રે પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે અને ગુજરાતને ઉત્તમથી સર્વોતમ તરફ લઇ જઇ રહ્યાં છે.

નાયબ મુખ્યમંત્રીએ આઝાદીના લડવૈયાઓ, અનેક નામી અનામી શહીદ નરબંકાઓને યાદ કરતાં જણાવ્યું કે, નવી પેઢીએ અંગ્રેજો સામેની આઝાદીની લડતથી વાકેફ થવું જોઇએ. આ આઝાદી આપણે અનેક લોકોની શહીદી થકી મળી છે. આઝાદી વખતે વિભાજનની ભયંકર પરિસ્થિતિ અને લોકોની થયેલી ખુવારીને ન ભૂલવી જોઇએ. અંગ્રેજોએ ભાગલાવાદી નીતિ અપનાવી હતી. આપણે એ વાત યાદ રાખીને જાતિ-ધર્મ-પ્રદેશ દરેકથી ઉપર રાષ્ટ્રને ગણવું જોઇએ અને એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે જે લોકો પોતાના ઇતિહાસને ભૂલી જાય છે તે રાષ્ટ્રનો નાશ થાય છે.

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ શિસ્તબદ્ધ ઉભેલા પોલીસ જવાનોએ હવામાં ગોળીબાર કરીને હર્ષધ્વનિ કર્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રગાનની ધુન વગાડવામાં આવી હતી. જયારે ઉપસ્થિત નાગરિકો રાષ્ટ્રગાનનાં સન્માનમાં ગૌરવભેર ઉભા રહ્યાં હતા. આ પ્રસંગે નીતિનભાઇ પટેલે પશંસનીય કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-જવાનો તેમજ કોરોના વોરિર્યસનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.

15 ઓગસ્ટ / ભારતે પોતાનો પહેલો સ્વતંત્રતા દિવસ આ રીતે ઉજવ્યો હતો, જુઓ આ ખાસ તસવીરો 

સ્વતંત્રતા દિવસ 2021 / સ્વતંત્રતા દિવસ પર PM મોદીનો સાફો દર વર્ષે બદલાતો રહ્યો, 2014 થી 2021 સુધી આવી હતી સ્ટાઇલ

સ્વતંત્રતા દીવસ / ૭૫માં સ્વતંત્રતા દિવસની હર્ષભેર ઉજવણી, CM વિજય રૂપાણીએ તિરંગાને આપી સલામી