સુરત/ જૂની નંબર પ્લેટ ત્રણ ગણો ભાવ વધારો, ડીલરોને પ્લેટ બદલવાનું કામ સોંપ્યું

ગુજરાત સરકારે વાહનની નંબર પ્લેટ લગાવવામાં મોટો ફેરફાર કર્યો હતો જેમાં નવી ગાડી તમે જ્યાંથી ખરીદો છો ત્યાંથી એટલે કે શોરૂમ અથવા ડીલરો પાસેથી જ નંબર પ્લેટ મળી શકશે

Gujarat Surat
RTO

Surat News: ગુજરાત વાહન વ્યવહાર વિભાગે RTO કચેરીમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટનું કામ બંધ કરવા આદેશ કર્યો છે. અને વાહનની નંબર પ્લેટ ડેમેજ થઈ હોય, ફિલ્મ દૂર થઈ હોય કે ખોવાઈ ગઈ હોય તો RTO કચેરીની જગ્યાએ પરંતુ જ્યાંથી વાહનની ખરીદી કરી હશે તે ડીલરના શોરૂમ પર જ જૂના વાહનોની નંબર પ્લેટની કામગીરી થશે ત્યારે ગુજરાત સરકારે જૂની નંબર પ્લેટ બદલવામાં ત્રણ ગણો ભાવ વધારો કર્યો છે.

ગુજરાત સરકારે વાહનની નંબર પ્લેટ લગાવવામાં મોટો ફેરફાર કર્યો હતો જેમાં નવી ગાડી તમે જ્યાંથી ખરીદો છો ત્યાંથી એટલે કે શોરૂમ અથવા ડીલરો પાસેથી જ નંબર પ્લેટ મળી શકશે આ સાથે જ જૂની નંબર પ્લેટ બદલવાનું કામ પણ વાહન વ્યવહાર વિભાગે ડીલરોને સોંપ્યું છે. વાહનવ્યવહાર વિભાગે વાહનની જૂની નંબર પ્લેટ એટલે કે હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટનું કામ કરતી કંપનીને આરટીઓમાં કામગીરી બંધ કરાવીને વાહન ડીલરોને કામગીરી સોંપી દીધી છે. વિભાગે લોકોને સુવિધા આપવાના બહાને નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો કરી દીધો છે. જે મુજબ જે ટુવ્હીલરની ફી 160થી વધારી 495 અને કારની 450થી વધારી 781 કરી દેવાઇ છે. વિભાગે આરટીઓમાં ચાલતી સરળ કામગીરી બંધ કરી વાહન ડીલરોને સર્વિસ ચાર્જ આપવાની શરતે કામ સોંપ્યું પણ નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ તો વર્તમાન કંપનીને જ સોંપ્યો છે. આવી જ રીતે વાહનની લોન દૂર કરવા માટેનું જરૂરી સર્ટિફિકેટ આરટીઓકચેરીમાંથી મફતમાં મળતું હતું. તે સર્ટિફિકેટ માટે રૂપિયા 200 ફી વસુલવા આરસીબુકનું કામ કરતી કંપનીને મંજૂરી અપાઇ છે.

આ ઉપરાંત વાહન ફિટનેસનું કામ 15મી ઓક્ટોબરથી ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપાશે. જેથી ફિટનેસની ફીમાં રૂપિયા 400નો વધારો કરી દેવાયો છે. અધિકારીઓએ કહ્યું કે, વાહન, લાઇસન્સ અને આરસીબુકના કામમાં સરળ સિસ્ટમને અઘરી બનાવતા વાહનચાલકો ધક્કે ચઢી ગયા છે. હાલમાં મોટાભાગના વાહનમાલિકો એજન્ટોથી જ કામ કરાવે છે. આરટીઓની વિવિધ કચેરીઓમાં ઓનલાઇન એપોઈન્ટમેન્ટ લઇને જૂની નંબર પ્લેટનું કામ પોતાની રીતે કરાવી શકતા હતાં. જેની ફી પણ લોકોને પોસાતી હતી.

હવે ટુવ્હીલરમાં ફીની રકમ ત્રણે ગણી વધી ગઇ છે. જેમાં એક્ટિવાની ફી 422, એક્ષેસ 552 અને અન્ય ટુવ્હીલરની 495 ફી છે. લક્ઝુરિયર્સ ટુવ્હીલરની વધુ ફી છે અને કારમાં ફીની રકમ ડબલ થઇ ગઇ છે. મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યુની ફી અલગથી વધુ લેવાય છે. જોકે આ પછી પણ ડીલરો ધક્કા ખવડાવીને કામ કરે છે. ત્યારે આ બોજ સીધો નાગરીકો પર પડી રહ્યો છે આમ જ વાહનોની કિમત ખુબ વધી ગઈ છે ત્યારે આ બધા ભાવ વધારા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આફત સમાન છે.

આ પણ વાંચો:અંબાજી હડાદ માર્ગ અકસ્માત, મુસાફર ભરેલી બસના થયા બે ટૂકડા: અનેક મુસાફરો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો:સુરતમાં હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી દૂર કરવા મહાઆરતી

આ પણ વાંચો:સુરતની ઉમરા પોલીસે ચરસ સાથે પોલીસ પુત્રને ઝડપ્યો

આ પણ વાંચો:ડાયમંડ સીટીમાં વેપારી રસ્તા પર ફેંકી ગયો હીરા, વીણવા માટે લોકોની પડાપડી