જામનગર/ જોડીયા તાલુકાના કોઠારીયા ગામ પાસે આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં તસ્કરોનો હાથ ફેરો

કોઈ તસ્કરોએ રાત્રિ દરમિયાન ભાથીજી મહારાજના મંદિર ના દરવાજાનું તાળું તોડી અંદર રાખેલા

Gujarat Others
મંદિર

@સાગર સંઘાણી

જામનગર શહેર અને જિલ્લામાં તસ્કર ટોળકી સક્રિય બની છે, શિયાળાના દિવસો દરમિયાન અનેક સ્થળે ચોરીઓ કરીને પોલીસ તંત્રને પડકાર ફેંકી રહ્યા છે. આવો જ એક કિસ્સો જોડિયા તાલુકાના કોઠારીયા ગામ પાસે બન્યો છે.

જ્યાં આવેલા ભાથીજી મહારાજના મંદિર માં ત્રાટક્યા હતા, અને દાન પેટી ની રકમ તથા પાંચ નંગ ચાંદીના નાગ અને મૂર્તિ સહિત રૂપિયા ૯૬,૦૧૩ ની માલમતાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે જોડિયા તાલુકાના કોઠારીયા ગામમાં રહીને ખેતી કામ કરતા તેમજ ભાથીજી મહારાજના મંદિરમાં સેવા પૂજા કરતા ધર્મેન્દ્રભાઈ વિનોદભાઈ રેશિયાએ જોડીયા પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી છે, અને કોઈ તસ્કરોએ રાત્રિ દરમિયાન ભાથીજી મહારાજના મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર રાખેલા ચાંદીના નાગ તથા નાની મોટી મૂર્તિઓ વગેરે મળી રૂપિયા ૯૧ હજારનાના આભૂષણો ની ચોરી કરી હતી.

જ્યારે મંદિરમાં રાખેલી દાનપેટીના પણ તાળા તોડી તેમાંથી રૂપિયા ૫,૦૦૦ ના પરચુરણની ચોરી કરી લઈ ગયા હતા, જેથી કુલ ૯૬,૦૧૩ ની માલમતાની ચોરી અંગે જોડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એલ. ઝાલા તેમના સ્ટાફ સાથે કોઠારીયા ગામે પહોંચી ગયા હતા, અને તસ્કરોને પકડવા માટે કવાયત હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: