Corona Cases/ નવા કોવિડ વેરિઅન્ટનો ગુજરાતમાં પ્રવેશ, ખતરો હજુ ટળ્યો નથી!

આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં નવ એક્ટીવ કેસ છે અને તે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંનું એક છે કે જેમાં વેરિઅન્ટ

Top Stories Gujarat
વેરિઅન્ટ

સોમવારે કેરળમાં કોવિડનો નવો વેરિઅન્ટન JN.1નો પ્રેવેશ થઇ ચુક્યો છે. આ સાથે જ રાજ્ય વહીવટીતંત્રે નવા કેસોની સંખ્યામાં વધારો થયો હોવાની જાણકરી આપી છે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં નવ એક્ટીવ કેસ છે અને તે 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંનું એક છે કે જેમાં મંગળવાર સવાર સુધીમાં ઓછામાં ઓછો એક કેસ નોંધાયો હતો. આ ઉપરાંત નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં કોવિડના પેટા-પ્રકારની વિશાળ શ્રેણી નોંધવામાં આવી છે.

ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC) ના ડેટા અનુસાર, તાજેતરના સમયમાં અહીં નોંધાયેલા કેટલાક પેટા વેરિયન્ટ્સ GJ, GZ, HH, EG અને GE છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે XBB વંશ રાજ્યમાં કોવિડ કેસોમાં 90% કરતા વધુ હિસ્સા સાથે સૌથી મોટો ફાળો આપનાર રહ્યો છે.

આમ જોવા જઈએ તો આ વેરિઅન્ટ અથવા સબ વેરિઅન્ટ ત્યાં સુધી ઘાતક નથી જ્યાં સુધી તબીબોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે કે  પછી મૃત્યુદરનું પ્રમાણ વધવા લાગે, અને કોવિડ -19 જેવા વાયરસ માટે, પરિવર્તન કુદરતી છે. કેમ કે તેને રસીકરણ અને ઇમ્યુનીટીથી કટ્રોલ કરી શકાય છે.

નિષ્ણાતે જણાવ્યું હતું કે , અમે વાયરસમાં ખુબ જ ઝડપી પરિવર્તન જોયા છે. જેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરવામાં સમય લાગતો નથી.

આ સાથે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં, 57 અને 59 વર્ષની બે મહિલાઓને મંગળવારે ઉધરસ અને શરદીને કારણે હોમ આઇસોલેશનની સલાહ આપવામાં આવી હતી. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરના દિવસોમાં પરીક્ષણ હકારાત્મકતા અથવા કેસોમાં કોઈ મોટો વધારો જોવા મળ્યો નથી. તેમણે કહ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે કારણ કે વિશ્વ અને ભારતમાં કેટલાક સ્થળોએ કેસ વધી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાચવજો/ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:corona cases in india/કેરળ બાદ હવે આ બે રાજ્યોમાં જેએન.1 વેરિઅન્ટના કેસ જોવા મળ્યા, શું ખતરો ખરેખર મોટો છે?

આ પણ વાંચો:Junagadh/જુનાગઢની HDFC બેંકમાં કર્મચારી દ્વારા છેતરપિંડી, જાણો શું છે મામલો