નવી દિલ્હી,
દેશભરમાં અવાર-નવાર મહિલાઓ પર થઇ રહેલી દુષ્કર્મની ઘટનાઓ થઇ રહી છે, ત્યારે હરિયાણામાં સત્તાધારી પાર્ટી ભાજપના ધારાસભ્યએ એક નિવેદન આપ્યું છે તેને લઈ અનેલ સવાલો ઉભા થઇ રહ્યા છે.
હરિયાણામાં ભાજપના MLA પ્રેમલત્તાએ કહ્યું છે કે, “બેરોજગારીથી હેરાન થઈને યુવકો દુષ્કર્મ જેવી ઘત્નાનાઓને અંજામ આપી રહ્યા છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, હરિયાણાના રેવાડીમાં ૧૯ વર્ષીય CBSE ટીપો`ટોપર સાથે કથિત ગેંગરેપની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ત્રણ યુવાન આરોપીઓ જ શામેલ છે અને એમાંથી એક સેનામાં કાર્યરત છે.
ત્યારે હવે ભાજપના ધારાસભ્યના આ નિવેદનથી મોટા વિવાદે જન્મ લીધો છે. કારણ કે રેવાડી ગેંગરેપની ઘટનાને લઈ રાજ્ય સરકાર પહેલેથી જ બેકફૂટ પર છે.
પ્રેમલતાએ જણાવ્યું હતું કે, “બેરોજગારીથી પરેશાન અને હતાશ થઈને યુવકો આ પ્રકારની ઘટનાઓ કરી રહ્યા છે. આજે પણ લોકોને મહિલાઓ પ્રત્યે જોવાનો મિજાજ યોગ્ય નથી અને આ જ કારણે સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે”.
ભાજપના MLAએ વધુમાં કહ્યું, “આ માટે સમાજના કેટલાક વર્ગના લોકોનો ખરાબ મિજાજ જવાબદાર છે. આટલી પ્રગતિ થયા બાદ પણ મહિલાઓ પ્રત્યે લોકોનો મિજાજ બદલાઈ રહ્યો નથી અને આ કારણે આ પ્રકારની શરમજનક ઘટનાઓ સામે આવી રહી છે”.
બીજી બાજુ ભાજપના MLAના આ વિવાદિત નિવેદન બાદ હવે વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડો. અશોક તંવરે કહ્યું, “પ્રદેશમાં જે પ્રકારે બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે અને આરોપીઓ પર કાર્યવાહી કરવાને બદલે સત્તાધારી પાર્ટી ભાજપના MLA આ પ્રકારના વિવાદિત નિવેદન આપી રહ્યા છે, એ શરમજનક છે.