Iran-Pakistan Relations/ પાકિસ્તાનમાં ઈરાનની એરસ્ટ્રાઈક, બે બાળકોના મોત

ઈરાને મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠ્ઠન જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો.

Top Stories World
Untitled 5 પાકિસ્તાનમાં ઈરાનની એરસ્ટ્રાઈક, બે બાળકોના મોત

ઈરાને મંગળવારે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુન્ની આતંકવાદી સંગઠ્ઠન જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈરાનની સરકારી ન્યુઝ એજન્સી આઈઆરએનએ આ અંગે માહિતી આપી હતી. જોકે નવાઈની વાત એ છે કે આ માહિતી જાહેર કર્યા બાદ થોડીવારમાં જ ન્યુઝ એજન્સીએ આ માહિતી પોતાના પોર્ટલ પરથી હટાવી દીધી હતી.

ત્યારબાદ મોડી રાત્રે 2 વાગ્યે પાકિસ્તાન તરફથી આ સંદર્ભે પહેલી પ્રતિક્રિયા સામે આવી હતી. પાકિસ્તનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ઈરાને અમારા એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. દરમિયાન હુમલામાં બે બાળકોના મોત અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ હતી. ઈરાને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પાકિસ્તાને વધુમાં કહ્યું હતું કે ઈરાનનું આ પગલું એટલા માટે પરેશાન કરનારૂ છે કે આતંકવાદ સમગ્ર દુનિયા માટે ખતરો છે જેનો સાથે મળીને સામનો કરવો પડશે. પરંતુ આ પ્રકારની એકતરફી કાર્યવાહીથી પાકિસ્તાન અને ઈરાનના સંબંધો ખરાબ થશે.ઈરાનના મિડીયા અનુસાર પાકિસ્તનના જે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો છે તેને ગ્રીન માઉન્ટેઈનના નામે ઓળખવામાં આવે છે. આ સંદર્ભે પાકિસ્તાનની સેના તરફથી હાલ કોઈ નિવેદન સામે આવ્યું નથી.

ઈરાન શિયા બહુસંખ્યક દેશ છે. જ્યારે પાકિસ્તાનમાં 95 ટકા લોકો સુન્ની છે. પાકિસ્તાનના સુન્ની સંગઠન ઈરાનનો વિરોધ કરે છે. તે સિવાય બલુચિસ્તાનના જૈશ અલ અદલ આતંકી સંગઠન ઈરાનની સીમામાં ઘુસીને કેટલીય વાર ત્યાંની સેના પર હુમલા કરતું રહ્યું છે. ઈરાનની સેનાને રિવોલ્યુશનરી ગાર્ડ કહેવામાં આવે છે. ઈરાન સરકાર ઘણીવાર પાકિસ્તાન સરકારને આતંકી સંગઠનનો પર અંકુશ લગાવવાની વોર્નિંગ આપી ચુક્યું છે.

જૈશ અલ અદલના મોટાભાગના આતંકી સંગઠનનો અન્ય પાકિસ્તાની આતંકી સંગઠનોની આવેલા છે. ઈઝરાયલ-હમાસ યુધ્ધમાં ઈરાન ખુલીને હમાસનો સાથે આપી રહ્યું છે અને આ મામલામાં પાકિસ્તાન પણ હમાસનો પક્ષ લઈ રહ્યું છે. ઈરાને સોમવારે ઈરાક ઉપર પણ હુમલો કર્યો હતો. તે સમયે તેણે કહ્યું હતું કે ઈરાકમાં ઈઝરાયલની જાસૂસી એજન્સી મોસાદનું હેડક્વાર્ટર છે અને તેને જ નિશાન બનાવાયું છં. ઈરાને તેને પોતાના દેશ પરનો હુમલો ગણાવ્યો હતો બાદમાં ઈરાકની સેના તરફથી કહેવામાં આવ્યું હતું કે આ હુમલાનો યોગ્ય સમયે જવાબ આપવામાં આવશે.

2015માં પાકિસ્તાન અને ઈરાનના સંબંધો ખૂબ ખરાબ થઈ ગયા હતા. ત્યારે ઈરાનના 8 સૈનિક પાકિસ્તાનથી ઈરાનના વિસ્તારમાં ઘૂસીને સુન્ની આતંકીઓ સાથે અથડામણમાં માર્યા ગયા હતા. આ આતંકી પણ જૈશ અલ અદલના હતા. ત્યારે ઈરાનની સરકારે  કહ્યું હતું કે અમારી સરદહ પર તહેનાત સૈનિકોનું પાકિત્સાનમાં ઘુસેલા આતંકવાદીઓ સાથે સંઘર્ષ થયો હતો. અમરા 8 સૈનિક શહીદ થયા હતા. અમે આ મામલામાં વળતી કાર્યવાહી જરૂર કરીશું.

પાકિસ્તનના બલુચિસ્તાન પ્રાંતમાં સુન્ની વસ્તી વધારે છે અને તેના આતંકવાદીઓ અવારનવાર શિયા દેશ ઈરાનના સૈનિકો પર હુમલા કરતા રહે છે. તેનાથી પાકિસ્તાન-ઈરાન સરહદ પર તણાવનો માહોલ રહે છે.

2021માં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાની સેનાના કમાન્ડોઝે 2 ફેબ્રુઆરી 2021ની રાત્રે પાકિસ્તાનમાં ઘૂસીને એક સર્જીકલ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. જોકે જૈશ અલ અદલે ઈરાનના બે સૈનિકોનું અપહરણ કરી લીધું હતું. તેમને છોડાવવા માટે કમાન્ડોએ ઓપરેશનને અંજામ આપ્યો હતો. ઈરાનમાં પાકિસ્તાનની સેનાને આ કાર્યવાહીની પહેલેથી જ કોઈ જામકારી આપવામાં આવી ન હતી. 3 ફેબ્રુઆરીએ ઈરાની સૈનિકોએ પોતાના મિશનને સફળ બતાવ્યું હતું અને સાથીઓને ઈરાન છોડવાની માહિતી આપી હતી.

જૈશ અલ બદલે ફેબ્રુઆરી 2019માં પણ આ વિસ્તારમાં ઈરાની સૈનિકોની બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક ઈરાની સૈનિક માર્યા ગયા હતા અને ડઝનથી વધુ ઘાયલ થયા હતા. ઓક્ટોબર 2018માં આ આતંકવાદી સંગઠને 14 ઈરાકના સૈનિકોનું અપહરણ કર્યું હતું. ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતના મીરજાવેહ બોર્ડર પર આ ઘટનાને અંજામ આપાયો હતો. તેમાંથી પાંચ સૈનિકોને બાદમાં છોડી મુકાયા હતા.

કહેવાય છે કે બાદમાં ઈરાનના કમાન્ડોએ એક ખાનગી ઓપરેશનમાં આ સૈનિકોને ફક્ત છોડાવ્યા જ ન હતા પરંતુ જૈશ અલ અદલના કેટલાય આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તેને ઈરાનના પાકિત્સાનમાં હાજર રાજદૂતે પણ સમર્થન આપ્યું હતું.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ તો કેવો ચમત્કાર..! એકાએક નદીનું પાણી થઇ ગયું નારંગી

આ પણ વાંચો:શક્તિ દેખાડવાનું શરૂ કર્યું ઈરાને! લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો, ઈઝરાયેલ સામે હમાસ અડગ, હવે ઇરાકમાં બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી

આ પણ વાંચો:બરફના તોફાને અમેરિકામાં તબાહી મચાવી, 2900થી વધુ ફ્લાઈટ્સ રદ; અત્યાર સુધીમાં ચાર લોકોના મોત

આ પણ વાંચો:એરપોર્ટ પર બે વિમાનો અથડાયા, 289 મુસાફરો માંડ માંડ બચ્યા; બે અઠવાડિયામાં બીજી ઘટના