IT Raid/ આવકવેરા વિભાગની ફરીથી ધડબડાટી, ગરમ મસાલા અને રિયલ્ટીના ગ્રુપ પર ત્રાટકયું

ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરીથી ધડબડાટી બોલાવી છે. ખેડા,નડિયાદ અને આણંદમાં કારોબાર કરતાં બે ગ્રુપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. ચોક્કસ બાતમીના આધારે આવકવેરા વિભાગે ગરમ મસાલાનો કારોબાર કરતાં એશિયન ગ્રુપને તેના ઝપાટામાં લીધો છે. આ ઉપરાંત આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડ્યા છે.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 17T110958.102 આવકવેરા વિભાગની ફરીથી ધડબડાટી, ગરમ મસાલા અને રિયલ્ટીના ગ્રુપ પર ત્રાટકયું

સુરતઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરીથી ધડબડાટી બોલાવી છે. ખેડા,નડિયાદ અને આણંદમાં કારોબાર કરતાં બે ગ્રુપ પર આવકવેરા વિભાગ ત્રાટક્યુ છે. ચોક્કસ બાતમીના આધારે આવકવેરા વિભાગે ગરમ મસાલાનો કારોબાર કરતાં એશિયન ગ્રુપને તેના ઝપાટામાં લીધો છે. આ ઉપરાંત આણંદના નારાયણ ગ્રુપ પર પણ દરોડા પાડ્યા છે. આણંદનું નારાયણ ગ્રુપ રિયલ એસ્ટેટ સેક્ટર સાથે જોડાયેલું છે.

આવકવેરા વિભાગે 25 સ્થળો પર દરોડા અને સર્વેની કામગીરી શરૂ કરી છે. સુરતના ઇન્કમ ટેક્સ વિભાગે આ કાર્યવાહી શરૂ કરી છે. આવકવેરા વિભાગના 150થી પણ વધુ અધિકારીઓ આ કાર્યવાહી સાથે જોડાયેલા છે. મંતવ્ય ન્યૂઝે આ અંગે આવકવેરા વર્તુળોનો સંપર્ક સાધતા તેઓએ આ અંગે કશું પણ જણાવવાનો ઇન્કાર કર્યો છે અને જણાવ્યું છે કે દરોડાની કાર્યવાહી પૂરી થયા પછી તેઓ નિવેદન જારી કરશે.

આમ છતાં આવકવેરા સૂત્રોએ જણાવ્યું હતું કે અમે આ દરોડા ચોક્કસ બાતમીના આધારે અને તેની ચકાસણી કર્યા પછી જ પાડ્યા છે. તેમને બંને જૂથ પાસેથી નોંધપાત્ર પ્રમાણમાં બેનામી વ્યવહારો અને રોકડ વ્યવહારો તથા આઇટી રિટર્નમાં દર્શાવેલી સંપત્તિ કરતાં અનેક ગણી સંપત્તિ મળી આવવાની આશા છે. આમ ગુજરાતમાં આવકવેરા વિભાગની કાર્યવાહી અવિરત ચાલુ રહી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ