Gujarat/ જન્મ આપનારે 8 માસની દીકરી તરછોડી, પડોશીએ 8 વર્ષ સુધી કર્યો ઉછેર

માધુપુરા વિસ્તારની નાની ગલીઓમાં એક દંપતી તેની આઠ માસની બાળકીને પાડોશીના ઘરે છોડીને ચાલ્યા ગયા, આજે એ દીકરી તેમના ઘરે ૯ વર્ષની થઇ ગઇ છે.

Gujarat Others
Electionn 36 જન્મ આપનારે 8 માસની દીકરી તરછોડી, પડોશીએ 8 વર્ષ સુધી કર્યો ઉછેર

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

માધુપુરા વિસ્તારની નાની ગલીઓમાં એક દંપતી તેની આઠ માસની બાળકીને પાડોશીના ઘરે છોડીને ચાલ્યા ગયા, આજે એ દીકરી તેમના ઘરે ૯ વર્ષની થઇ ગઇ છે. શાહપુરની કલ્યાણગ્રામ સોસાયટીમાં ૬૦ વર્ષના કિશોરભાઇ વાલોદરા તેમના પરિવાર સાથે છેલ્લા ઘણા વર્ષોથી રહે છે. 8 વર્ષ પહેલાં તેમના પાડોશમાં એક દંપતી તેની છ માસની દીકરીને લઇને ભાડે રહેવા માટે આવ્યા હતા. ભાડે રહેવા આવનાર ભાઇ ડ્રાઇવર હતા જ્યારે તેમની પત્ની કપડાંના શોરૂમમાં કામ કરતી હતી. બન્ને પતિ-પત્ની નોકરી કરતા હોવાથી બાળકીને ક્યા રાખવી તે પ્રશ્ન થતા એકવખત તેઓએ પાડોશમાં રહેતા કિશોરભાઇના ઘરે તેમની દિકરી તમન્ના ઉર્ફે વીરાને નોકરીના કલાક દરમિયાન સાચવવા માટે કહ્યું, કિશોરભાઇની પત્ની હંસાબેન અને તેમની બન્ને દીકરીઓએ કોઇ પણ લાલચ કે વળતરની આશા રાખ્યા વગર વીરાને પોતાના ઘરમાં રાખવાની સંમતિ આપી.

Electionn 42 જન્મ આપનારે 8 માસની દીકરી તરછોડી, પડોશીએ 8 વર્ષ સુધી કર્યો ઉછેર

Crime: “જેકી અંકલ દરવાજો ખોલો” દરવાજો ખુલ્યો અને જેકી અંકલની તીજોરી સાફ થઈ ગઈ

થોડાક સમયમાં વીરાની માતા હંમેશા માટે ઘર છોડીને કોઇ અન્ય વ્યક્તિ સાથે ચાલી ગઇ. વીરાના પિતાના કહેવાથી જ્યારે તે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ત્યારે, મહિલા પોલીસે તેને વીરા તરફ આંગળીને ચીંધીને કહ્યું કે બીજા કોઇનું નહી તો તારી ફુલ જેવી દિકરી સામે તો જો, તેનું શું? ત્યારે વીરાની માતાએ જવાબમાં એટલું જ કહ્યું કે, મારે ડિવોર્સ લેવા છે, હવે આ છોકરીને લઇને હું શું કરું ?? મારે આ છોકરીથી પણ કાંઇ લેવા દેવા નથી અને કોઇ કાળે આ છોકરી મારે ના જોઇએ. લિગલી ડિવોર્સ લીધા બાદ વીરાના પિતા વીરાને સાથે લઇ ગયા અને એક મહિના પછી કિશોરકાકા અને હંસાબહેનને આવીને કહ્યું કે, રાજસ્થાન મારા પિતાનું એક્સિડન્ટ થયું છે એટલે હું ત્યા જવું છું બે-ચાર દિવસ વીરાને રાખજો… તે ઘડી અને આજનો દિવસ તેના પિતાએ પાછા ફરીને ક્યારેય વીરા સામે જોયું નથી. કિશોરકાકાએ વીરાના પિતાને શોધવા માટે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને તેના પર ત્યાના તમામ પોલીસ સ્ટાફે તેમને ખુબ સહકાર પણ આપ્યો. પોલીસ દ્વારા હાજર કરાયેલ વીરાના પિતાએ કિશોરકાકાના હાથ પકડીને તેમને કહ્યું હતું કે, મે પ્રેમલગ્ન કર્યા હતા અને મારા ઘરના લોકો તેના વિરુદ્ધ છે, હું વીરાને લઇ જઇશ છતા હું તેને બે મહિનાથી વધારે જીવાડી નહી શકું તેના કરતા તેને સાચવી લો. ત્યારથી વીરા ઓફિશિયલ વાલોદરા પરિવારનું સભ્ય બની ગઇ છે તેવું કહી શકાય. આ અંગે વાત કરતા કિશોરકાકાએ કહ્યું કે, આઠ મહિનાથી હતી ત્યારથી વીરા અમારા ઘરે જ મોટી થઇ અને આજે વીરાએ નવમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. મારે બે દિકરી અને કદાચ અમે તેને બીજાના કહેવા પ્રમાણે કોઇ આશ્રમમાં મુકી આવત પરંતુ આ દિકરી મને અને હંસાને જીવ કરતા પણ વહાલી છે. હું સેવા સંસ્થામાં ૩૫ વર્ષથી કાર્યકર્તા તરીકે ફરજ બજાવું છું, મારી આર્થિક સ્થિતિ અતિ સામાન્ય છે. મેં મારા ત્રણેય બાળકોને સરકારી સ્કૂલમાં ભણાવ્યા છે પરંતુ આજે વીરાને અમે પ્રાઇવેટ ઇંગ્લિશ સ્કૂલનું શિક્ષણ આપી રહ્યા છે.

Electionn 43 જન્મ આપનારે 8 માસની દીકરી તરછોડી, પડોશીએ 8 વર્ષ સુધી કર્યો ઉછેર

Crime: નકલી ડ્રાઈવીંગ લાઈસન્સ બનાવાનું રેકેટ ઝડપાયુ, ક્રાઈમબ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ

કિશોકકાકાના ઘરે જાવ તો, ખુબ જ સુંદર ફ્રોક પહેરેલી નાનકડી વીરા કિશોરકાકાના ઘરમાં આમથી તેમ દોડાદોડી કરે છે, તેમના ઘરના લોંખડના દરવાજા પર રોજ ઇંગ્લિશના સ્પેલિંગ લખીને હંસાબહેને શિખવાડે છે. જ્યારે કિશોરકાકા મોબાઇલમાં ક્યાય અટકે એટલે વીરાનું નામ પડે છે. નાના નાના પગલે દોડીને આવતી વીરા તરત તેમના મોબાઇલની સમસ્યા દૂર કરે છે, આ જોતા લાગે કે ઘણીવાર લાગણીના સંબંધો લોહીના સંબંધ કરતા ચડી જાય છે. વાલોદરા પરિવારની સાથે સાથે માધુપુરા પોલિસસ્ટેશના સ્ટાફે પણ વીરાને દિકરી બનાવી છે. વીરાના જન્મ દિવસે અને દિવાળીએ માધુપુરા પોલીસ સ્ટાફ તેના માટે કપડા, રમકડા અને જરૃરી વસ્તુઓ મોકલી તેની સ્કૂલ ફી ભરવામાં પણ મદદરૃપ થાય છે. દર વર્ષે જન્મદિવસે પોલીસ સ્ટાફ વીરાના ઘરે તેને સુભેચ્છા આપવા પહોચી જાય છે. માધુપુરા પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઇ બી.એન રબારી સાહેબની બદલી થઇ ગયા છતા ભુલ્યા વગર કિશોરકાકાને આજે પણ વીરાના ખબર પુછે છે. અને હાલ ના પોલીસ ઈન્સ્પેકટર મહાવીર સિહ બારડ સહિત માધુપુરા પોલીસ પણ વીરા ની સાર સંભાળ રાખી રાખ્યા છે. વીરાના પિતાને શોધવા માટે કિશોરકાકા પોલીસ સ્ટેશનના ઘણા ધક્કા ખાતા અને વીરા તેમની સાથેજ રહેતી અને ત્યારે ગયો છે. માધુપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તેની સાથે ખુબ અટેચ છે. તેની બર્થડે પર પોલીસ ઇસપેકટર થી લઈને તમામ સ્ટાફ હાજર રહે છે. વીરાના નિખાલસ સ્માઇલ દરેકનું મન જીતી લીધું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ