Not Set/ જામનગર/ ભાજપના કોર્પોરેટરના ઘર પર હુમલો કોણે કરાવ્યો…?

જામનગરમાં બેડી વિસ્તાર વોર્ડ નંબર એકના ભાજપના કોર્પોરેટર ઉમર ચમડિયાના ઘર પર પથ્થરમારો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉમર ચમડિયા વોર્ડ નં ૧ બેડી વિસ્તારના કોર્પોરેટર છે. અને  વિસ્તારમાં વિકાસના કામો કરતા રહે છે. તેમના વિકાસના કામોથી નારાજ તેમના ઘર પર પત્થરમારો કરવામાં આવ્યો હોવાનું  જણાવ્યું હતું. હનીફ યુનુસ ભોકલ , મોસીન હનીફ ભોકલ , […]

Gujarat Others
દારૂ 7 જામનગર/ ભાજપના કોર્પોરેટરના ઘર પર હુમલો કોણે કરાવ્યો...?

જામનગરમાં બેડી વિસ્તાર વોર્ડ નંબર એકના ભાજપના કોર્પોરેટર ઉમર ચમડિયાના ઘર પર પથ્થરમારો થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઉમર ચમડિયા વોર્ડ નં ૧ બેડી વિસ્તારના કોર્પોરેટર છે. અને  વિસ્તારમાં વિકાસના કામો કરતા રહે છે. તેમના વિકાસના કામોથી નારાજ તેમના ઘર પર પત્થરમારો કરવામાં આવ્યો હોવાનું  જણાવ્યું હતું.

હનીફ યુનુસ ભોકલ , મોસીન હનીફ ભોકલ , કાદર હનીફ ભોકલ , અકતર મુસા ગજીયા, હસન યુનુસ ભોકલ, અને અયુબ મુસા ગજીયાએ આ બાબતેનો ખાર રાખી ગેરકાયદેસર મંડળી રચી ભાજપના કોર્પોરેટર ઉમર ચમડિયાના ઘર ઉપર છુટા પથ્થરોના ઘા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. કોર્પોરેટર ઉમર ચમડિયા દ્વારા અંગે ઘરને નુકશાન પહોચાડ્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધવવામાં આવી છે.  પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.