અમદાવાદ/ કોરોનાનો સપાટો, આ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ કરાઈ બંધ

મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખાણીપીણીની જગ્યાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. દક્ષીણ ઝોનમાં મણિનગર, ઇસનપુર, ઘોડાસર જેવા વિસ્તારમાં વધારે ભીડવાળી પાણીપુરીની લારીઓ બંધ કરાવાઈ છે.  તો વાઇડ એન્ગલનું બર્ગર કિંગ બંધ કરવામાં આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat
biden 14 કોરોનાનો સપાટો, આ વિસ્તારમાં પાણીપુરીની લારીઓ કરાઈ બંધ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના સેકન્ડ વેવેનો ઓછાયો વર્તાઈ રહ્યો છે. ત્યારે આજ રોજ રાજ્યમાં ફરી એકવાર રેકોર્ડ બ્રેક કેસ નોધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં  1200+ સંક્રમિત કેસ સામે આવ્યા છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને લઇને અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશનનું  આરોગ્ય વિભાગ પણ એક્શનમોડમાં આવ્યું છે.

#CoronaUpdate / રાજ્યમાં સેકન્ડ વેવનો ઓછાયો, છેલ્લા ૨૪ કલાકમાં નોધાયા 1281 નવા કેસ

અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના ખાણીપીણીની જગ્યાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. દક્ષીણ ઝોનમાં મણિનગર, ઇસનપુર, ઘોડાસર જેવા વિસ્તારમાં વધારે ભીડવાળી પાણીપુરીની લારીઓ બંધ કરાવાઈ છે.  તો વાઇડ એન્ગલનું બર્ગર કિંગ બંધ કરવામાં આવ્યું છે.

politics / અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બિડેને ભારતને લઈને આપ્યું મોટું નિવ…

નોધનીય છે કે અનલોક માં ક્રમશ:સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ ને લોકોએ દુર ઉપયોગ કર્યો અને કોરોના જતો રહ્યો સમજી  શહેરમાં ઠેર ઠેર પાણીપૂરીની લારીઓ તેમજ ફાસ્ટફૂડ સ્ટોલ પર ખાવા માટે લોકોના ટોળે ટોળા જોવા મળતા હતા. જેને લઇને અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં વધતા કોરોનાના સંક્રમણ પર અંકુશ લાવવા માટે અમદાવાદ મ્યનિસિપલ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ પુન: સક્રિય થયો છે.