Electoral bond/ ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ ડેટા સાર્વજનિક કર્યો, આ કંપનીએ સૌથી વધુ આપ્યું ડોનેશન, કોણ છે કંપનીના માલિક

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સાર્વજનિક કર્યો હતો. ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ રૂ. 1000 કરોડથી વધુનું દાન આપનારી એકમાત્ર કંપની છે.

Top Stories India
YouTube Thumbnail 2024 03 15T170121.662 ચૂંટણી પંચે ઇલેક્ટોરલ બોન્ડ ડેટા સાર્વજનિક કર્યો, આ કંપનીએ સૌથી વધુ આપ્યું ડોનેશન, કોણ છે કંપનીના માલિક

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચે ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા સાર્વજનિક કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ડેટા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા 12 માર્ચે કમિશનને સોંપવામાં આવ્યો હતો. જેના બાદ ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ ડેટામાં રાજકીય પક્ષોએ સૌથી વધુ દાન કર્યું તેની વિગતો જાહેર કરવામાં આવી હતી. એટલે કે ચૂંટણી બોન્ડ આપનાર યાદીમાં સૌથી મોટા દાતા, એટલે કે ચૂંટણી બોન્ડ ખરીદનાર, કોઈમ્બતુરની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ છે.

ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ
આ કંપનીએ રૂ. 1368 કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા. જે આ યાદીમાં સૌથી વધુ ચૂકવણી કરતી કંપની છે. ફ્યુચર ગેમિંગ કંપનીની સ્થાપના સેન્ટિયાગો માર્ટિને 1991માં કરી હતી. જેમને ભારતના લોટરી કિંગ કહેવામાં આવે છે. તેમની કંપની ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ રૂ. 1000 કરોડથી વધુનું દાન આપનારી એકમાત્ર કંપની છે.

કોણ છે સેન્ટિયાગો માર્ટિન 

સેન્ટિયાગો માર્ટિકને ‘ભારતના લોટરી કિંગ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમના ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, સેન્ટિયાગો માર્ટિન પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં મ્યાનમારના યાંગૂનમાં મજૂર તરીકે કામ કરતો હતો. તેઓ વર્ષ 1988માં ભારત પરત ફર્યા હતા. તે પછી તે તમિલનાડુ આવ્યો અને લોટરીનો ધંધો શરૂ કર્યો. આ પછી તેણે કર્ણાટક અને કેરળમાં પણ પોતાનો બિઝનેસ વિસ્તાર્યો. ત્યાંથી તેણે નોર્થ ઈસ્ટમાં લોટરીનો બિઝનેસ શરૂ કર્યો. અહીંથી સેન્ટિયાગો માર્ટિને ભૂટાન અને નેપાળમાં પણ પોતાની કંપની શરૂ કરી. લોટરીના ધંધામાં તેને ઘણો નફો થયો.

લોટરી બાદ આ બિઝનેસમાં અજમાવ્યુ નસીબ

ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઈટ પર મળેલી માહિતી અનુસાર, લોટરી બાદ સેન્ટિયાગો માર્ટિને કન્સ્ટ્રક્શન, રિયલ એસ્ટેટ, ટેક્સટાઈલ અને હોસ્પિટાલિટી સહિતના અન્ય બિઝનેસમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. સેન્ટિયાગો માર્ટિન ઓલ ઈન્ડિયા ફેડરેશન ઓફ લોટરી ટ્રેડ એન્ડ એલાઈડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ છે, જે ભારતમાં લોટરી વેપારની વૃદ્ધિ અને વિશ્વસનીયતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે. તેમની કંપની પ્રતિષ્ઠિત વર્લ્ડ લોટરી એસોસિએશન ફ્યુચર ગેમિંગ સોલ્યુશન્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની પણ સભ્ય છે.

કંપનીનો બિઝનેસ અનેક રાજ્યોમાં ફેલાયેલો

ફ્યુચર ગેમિંગ કંપનીનો બિઝનેસ દેશના 13 રાજ્યોમાં ફેલાયેલો છે. જ્યાં 1,000 થી વધુ કર્મચારીઓ કામ કરે છે. જેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ગોવા, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબનો સમાવેશ થાય છે.

SBI એ આપી વિગતો

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ઈલેક્ટોરલ બોન્ડના ડેટા અનુસાર, એપ્રિલ 2019થી ખરીદાયેલા ઈલેક્ટોરલ બોન્ડના કુલ મૂલ્યમાં 23 કંપનીઓનો હિસ્સો અડધો છે. ECI દ્વારા પ્રકાશિત ડેટા અનુસાર, SBIએ રૂ. 12,155.51 કરોડના કુલ બોન્ડની વિગતો આપી છે. જે છેલ્લા પાંચ વર્ષમાં 1,300થી વધુ કંપનીઓ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:bs yeddyurappa/ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR

આ પણ વાંચો: ગુજરાત/‘આતંકવાદીઓ તૈયાર છે, દેશમાં 26/11 જેવા સીરિયલ બ્લાસ્ટ”, ધમકીભર્યો ઈ-મેલ મોકલનારની ધરપકડ

આ પણ વાંચો: Vipul Chuadhry/વિપુલ ચૌધરીએ લીધો યુ ટર્ન, પાટીદાર સમાજ પર વિવાદીત નિવેદન બાદ માંગી માફી