Vipul Chuadhry/ વિપુલ ચૌધરીએ લીધો યુ ટર્ન, પાટીદાર સમાજ પર વિવાદીત નિવેદન બાદ માંગી માફી

વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મામલે આપત્તિજનક નિવેદન આપ્યુ હતું. આ મામલે હવે વિપુલ ચૌધરીએ યુ ટર્ન લેતા માફી માંગી છે.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 03 15T154620.515 વિપુલ ચૌધરીએ લીધો યુ ટર્ન, પાટીદાર સમાજ પર વિવાદીત નિવેદન બાદ માંગી માફી

વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓના વ્યાપારીકરણ મામલે આપત્તિજનક નિવેદન આપ્યુ હતું. આ મામલે હવે વિપુલ ચૌધરીએ યુ ટર્ન લેતા માફી માંગી છે. વિપુલ ચૌધરીએ કહ્યું કે શરતચુકથી બોલાઇ ગયુ છે હું ભૂલનો સ્વીકાર કરું છું. નોંધનીય છે કે વિપુલ ચૌધરીએ એક સમિતિની બેઠકમાં પાટીદાર સમાજને વેપારી વર્ગ ગણાવ્યો હતો. જેના બાદ પાટીદાર સમાજના અગ્રણીઓ અને સમાજની સંસ્થાઓ દ્વારા તેમના નિવેદનનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. પાટીદાર સમાજે વિપુલ ચૌધરીના નિવેદનને વખોડતા ચૂંટણીના સમયમાં જ કેમ આ પ્રકારનું નિવેદન આપ્યું તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે.

મહેસાણામાં વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં અર્બુદા સેવા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તેમણે જણાવ્યું કે નાણાં વગરનો નાણે નાથાલાલ એટલે કે કોઈપણ હોય તો લક્ષ્મી હોવી જરૂરી છે પરંતુ અમે એ જરૂર આગ્રહ રાખીશું કે શુભ લક્ષ્મી મળે. વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં તેમણે પાટીદાર સમાજને લઈને વાત કરી હતી કે કડવા હોય કે લેઉવા પાટીદાર હોય તમામ વેપારી થઈ ગયા છે. પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે સેવાનું મહત્વ ઘટ્યું છે. પશુપાલન કરતો, ગાય ભેંસ રાખતો વ્યક્તિ પાટીદાર સંસ્થામાં હવે રહ્યો નથી.

વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર નિવેદન આપ્યા બાદ કડવા અને લેઉવા પાટીદાર સમાજ દ્વારા તેમના નિવેદનને વખોડવામાં આવ્યું. સાથે કેટલાક લોકોએ ચૌધરી સમાજને પણ નમ્રતા સહ જણાવ્યું કે તેઓ પણ વિપુલ ચૌધરીના નિવેદનને વખોડે. તેમજ શા માટે ચૂંટણી સમયે આવા અંદરોઅંદર લોકોમાં મતભેદ થાય તેવા નિવેદનો કરાય છે તે ખબર પડતી નથી. પાટીદાર સમાજના એક અગ્રણીએ જણાવ્યું કે 99 સંસ્થાઓ સારી ચાલતી હોય અને એક સંસ્થામાં ક્યાંક ખામી સામે હોય તો ફક્ત તેના વિશે જ વાત કરવી જોઈએ. તેમાં શું દોષ અને ખામી છે તે શોધવી જોઈએ. વિપુલ ચૌધરીના પાટીદાર સમાજને વેપારી કહેવા પર ચારેતરફથી ઉગ્ર વિરોધ થયા બાદ આ મામલે તરત જ યુ ટર્ન લેતા જીભ લપસી ગઈ હોવાનો સ્વીકાર કર્યો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:bs yeddyurappa/ભાજપના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પા સામે જાતીય સતામણી મામલે Pocso હેઠળ નોંધાઈ FIR

આ પણ વાંચો:Crude Oil Price/પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર, અહીં ₹7થી વધુ સસ્તું મળશે ક્રૂડ ઓઈલ

આ પણ વાંચો: Ahmedabad Crime News/સાયબર ક્રિમિનલ કિડનેપિંગ અને ખંડણી માટે AIનો કરી રહ્યા છે ઉપયોગ