કોરોના/ ન્યુઝીલેન્ડમાં 6 મહિના બાદ કોરોનાના લીધે પ્રથમ મોત,90 વર્ષીય મહિલાનું નિધન

90 વર્ષીય મહિલાનું કોવિડથી મૃત્યુ થયું. ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ઝડપથી ફેલાતા ડેલ્ટા ચેપનો પ્રકોપ નિયંત્રણમાં આવી રહ્યો છે

Top Stories
jesika ન્યુઝીલેન્ડમાં 6 મહિના બાદ કોરોનાના લીધે પ્રથમ મોત,90 વર્ષીય મહિલાનું નિધન

જ્યારે કોરોના માહામારીમાં સમગ્ર વિશ્વ લડી રહ્યું હતું ત્યારે કોરોનાને કાબુમાં લેવામાં સૌથી સફળ ન્યુઝીલેન્ડ રહ્યું હતું અને તેના મોડલની ચર્ચા થતી હતી, કોરોનાને માત આપનાર પ્રથમ રાષ્ટ્ર બન્યો હતો,કોવિડ સંબંધિત મૃત્યુ ન્યૂઝીલેન્ડમાં છ મહિના પછી થયું છે. શનિવારે, 90 વર્ષીય મહિલાનું કોવિડ કારણોસર મૃત્યુ થયું. ન્યૂઝીલેન્ડના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ઝડપથી ફેલાતા ડેલ્ટા ચેપનો પ્રકોપ હવે નિયંત્રણમાં આવી રહ્યો છે.

કોવિડ કારણોસર જે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તે પહેલાથી જ ઘણા રોગોથી પીડિત હતી. જટિલ રોગોને કારણે, તેને વેન્ટિલેટર અને વધુ સંભાળ આપવામાં આવી ન હતી. વૃદ્ધ મહિલાનું શુક્રવારે રાત્રે ઓકલેન્ડની એક હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

ત ન્યૂઝીલેન્ડમાં કોવિડથી મૃત્યુ પામનાર 27 મી વ્યક્તિ છે. ન્યૂઝીલેન્ડે કોરોના પર ખૂબ જ સારું કામ કર્યું છે. ન્યૂઝીલેન્ડમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ 16 ફેબ્રુઆરીએ થયું હતું. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે મહિલા એક એવા વ્યક્તિના સંપર્કમાં હતી જે પહેલાથી કોરોના સંક્રમિત હતો.

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડેને કહ્યું કે આ મહિલાનું મૃત્યુ એક ચેતવણી છે કે આપણે હવે જે પગલાં લઈ રહ્યા છીએ તે આટલા મહત્વપૂર્ણ કેમ છે. અમારા વૃદ્ધ ન્યુઝીલેન્ડવાસીઓ અને અંતર્ગત આરોગ્ય સમસ્યાઓ ધરાવતા લોકો વાયરસથી સૌથી વધુ જોખમમાં છે. તેના ફેલાવાને રોકવા માટે લોકડાઉન એક મહત્વનું સાધન છે.

ઓકલેન્ડમાં કોરોનાના કેસ મળ્યા બાદ, ઓકલેન્ડમાં અત્યાર સુધીમાં કોરોનાના 782 કેસ મળી આવ્યા છે. ઓકલેન્ડમાં શનિવારે 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે ઓકલેન્ડ ન્યૂઝીલેન્ડનું એક ખૂબ મોટું શહેર છે, અહીં લગભગ 1.7 મિલિયન લોકો રહે છે. 16 ફેબ્રુઆરીએ, જ્યારે અહીં કોરોનાના કેસની પુષ્ટિ થઈ, ત્યારે વડાપ્રધાન જેસિન્ડા આર્ડેને અહીં લોકડાઉન લાદવાની જાહેરાત કરી.