RBI Office Blast Threat/ RBIને મળી ધમકી, 11 જગ્યાએ બોમ્બ રાખવાનો દાવો, ગવર્નર દાસ અને નાણામંત્રી સીતારમણના રાજીનામાની માગ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની ઓફિસમાં ઈમેલ દ્વારા અનેક બેંકોમાં બોમ્બ મુકવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો.

Top Stories India
YouTube Thumbnail 2023 12 26T171021.184 RBIને મળી ધમકી, 11 જગ્યાએ બોમ્બ રાખવાનો દાવો, ગવર્નર દાસ અને નાણામંત્રી સીતારમણના રાજીનામાની માગ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની ઓફિસમાં ઈમેલ દ્વારા અનેક બેંકોમાં બોમ્બ મુકવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઈમેલ મોકલનાર ‘ખિલાફત ઈન્ડિયા’નો હોવાનો દાવો કરે છે. ધમકી આપનાર વ્યક્તિએ મુંબઈમાં કુલ 11 સ્થળોએ બોમ્બ પ્લાન્ટ કરવાની ધમકી આપી હતી.

શું છે સમગ્ર મામલો?

RBI ઓફિસને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણી જગ્યાએ બોમ્બ મૂકવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે RBI ઓફિસ, એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસ અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની ઈમેલ દ્વારા માગ કરવામાં આવી હતી. મુંબઈમાં કુલ 11 જગ્યાએ બોમ્બની ધમકી આપવામાં આવી છે. આ ઈમેલ મુજબ આજે બપોરે 1.30 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થવાનો હતો. જોકે આવું કંઈ થયું નથી.

પોલીસે દરેક જગ્યાએ જઈને તપાસ કરી પરંતુ ક્યાંય પણ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ સંદર્ભમાં, એમઆરએ માર્ગ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી