Not Set/ 18 વર્ષીય દોડવીર પાલેન્દર ચૌધરીએ સ્પોર્ટ્સ એકેડમીમાં જ કરી લીધી આત્મહત્યા

આજે સવારે ભારતનાં 18 વર્ષીય દોડવીર પાલેન્દર ચૌધરીએ દિલ્લીના જવાહરલાલ નેહરુ સ્ટેડીયમની સ્પોર્ટ્સ એકેડમીનાં હોસ્ટેલ રૂમમાં છત પરનાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમી ચુક્યો છે. સવારે સાડા છ વાગ્યે ચૌધરીએ આત્મહત્યા કરી હતી. જણાવાઈ રહ્યું છે કે સવારે ટ્રેનીંગ સેશન પૂર્ણ કર્યા બાદ સાડા પાંચ વાગ્યા પછી […]

Top Stories India Sports
sprinter chaudhary 18 વર્ષીય દોડવીર પાલેન્દર ચૌધરીએ સ્પોર્ટ્સ એકેડમીમાં જ કરી લીધી આત્મહત્યા

આજે સવારે ભારતનાં 18 વર્ષીય દોડવીર પાલેન્દર ચૌધરીએ દિલ્લીના જવાહરલાલ નેહરુ સ્ટેડીયમની સ્પોર્ટ્સ એકેડમીનાં હોસ્ટેલ રૂમમાં છત પરનાં પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમી ચુક્યો છે.

સવારે સાડા છ વાગ્યે ચૌધરીએ આત્મહત્યા કરી હતી. જણાવાઈ રહ્યું છે કે સવારે ટ્રેનીંગ સેશન પૂર્ણ કર્યા બાદ સાડા પાંચ વાગ્યા પછી રૂમમાં પરત આવ્યો હતો. રૂમમાંથી કોઈ ચિટ્ઠી પ્રાપ્ત થઇ નથી. કોચ અને બીજા ગાર્ડ દ્વારા એને તુરત જ જેએનએસનાં મેડીકલ સેન્ટર પર લઇ જવામાં આવ્યો હતો.

શરૂઆતની ટ્રીટમેન્ટ બાદ દોડવીરને એસજી હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતો જ્યાં ડોકટરે એને મૃત ઘોષિત કર્યો. દોડવીરના પિતાનું કહેવું હતું કે, ‘એણે મને કહ્યું હતું કે એને પૈસાની જરૂર છે. મે એને કહ્યું હતું કે હું એને પૈસા આપીશ. પછી શું થયું એની ખબર નથી.’

18 વર્ષીય આ ખેલાડી ઇન્ટરનેશનલ સર્કીટની 100 મીટર અને 200 મીટરની દોડમાં ભારતને રીપ્રેઝન્ટ કરી ચુક્યો છે. આ ઉપરાંત 2017માં યુથ એશિયા એથ્લેટિક મીટ બેન્કોકમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.