Union Budget/ કેબિનેટ દ્વારા સામાન્ય બજેટને મંજૂરી, નાણાં પ્રધાન રજૂ કરવા જઈ રહ્યા છે બજેટ,કોંગ્રેસે કહ્યું …

કેબિનેટ દ્વારા સામાન્ય બજેટને મંજૂરી, નાણાં પ્રધાન રજૂ કરવા જઈ રહ્યા છે બજેટ

Top Stories Union budget 2024 Business
budget 8 કેબિનેટ દ્વારા સામાન્ય બજેટને મંજૂરી, નાણાં પ્રધાન રજૂ કરવા જઈ રહ્યા છે બજેટ,કોંગ્રેસે કહ્યું ...

2021-22 ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રીય બજેટને મંજૂરી આપવામાં આવી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ટૂંક સમયમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ત્રણ માંગણીઓ મૂકી છે. તેમણે એમએસએમઇ, ખેડુતો અને મજૂરોને રોજગાર વધારવા સમર્થન આપવા અપીલ કરી છે. આ ઉપરાંત કોરોનાથી જીવ બચાવવા, આરોગ્ય પર ખર્ચ વધારવાની અને સૈનિકોને પ્રોત્સાહિત કરવા સંરક્ષણ બજેટમાં વધારો કરવાની માંગ કરી છે. નાણાકીય વર્ષ 2021-22 માટેના આ બજેટને ‘આર્થિક રસી’ તરીકે પણ બોલાવવામાં આવી રહી છે. સામાન્ય બજેટને લઈને શેર બજારમાં ઉત્તેજનાનું વાતાવરણ છે. બજેટ પહેલા બીએસઈ સેન્સેક્સમાં 500 થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.

કોંગ્રેસના સાંસદોએ કાળા ઝભ્ભો પહેરીને ગાળામાં પળે કાર્ડ લટકાવીને પહોચ્યા હતા. આ રીતે તેઓ કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસના સાંસદ જસબીરસિંહ ગિલ અને ગુરજીતસિંહ આહુજા બજેટ દરમિયાન કાળા વસ્ત્રોમાં પહોંચ્યા હતા.

Union Budget / કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક શરૂ, જાણો કોણ રહ્યું હાજર…

આ દેશનું પ્રથમ પેપરલેસ બજેટ હશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ વખતે એક ટેબ્લેટ ણે લાલ રંગના કપડામાં લપેટીને આવ્યા છે. તેમને જુના ચોપડા ની પરંપરા ને પણ આ વખતે તોડી છે.  તે લાલ કાપડમાં ટેબ્લેટ બાંધતી નજરે પડે છે. એસોચેમ -પ્રિમસના એક સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે સરકારનું મહત્તમ ધ્યાન આરોગ્ય ક્ષેત્ર પર કેન્દ્રિત થઈ શકે છે. આ સિવાય સરકાર ખેડૂતોને લગતા મુદ્દાઓ પર મોટી જાહેરાતો પણ કરી શકે છે.

દરમિયાન, બજેટ પહેલા દેશને આર્થિક મોરચે ઘણા સારા સમાચાર મળ્યા છે. 1.20 લાખ કરોડ રૂપિયાનો જીએસટી કલેક્શન જાન્યુઆરીમાં કરવામાં આવ્યું છે, જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમના અમલીકરણ પછીનું સર્વોચ્ચ છે. 1.15 લાખ કરોડનું જીએસટી કલેક્શન ગયા મહિને કરવામાં આવ્યું હતું, જ્યારે ગત વર્ષના સમાન મહિના કરતા 10 હજાર કરોડ રૂપિયાની આવક થઈ છે.

Budget 2021 / બજેટમાં રિયલ્ટી અને હોટલ ઉદ્યોગના શેરોમાં તેજી માટે થશે જાહેરાત, શું કહે છે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…