Cricket/ તમે પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડી છો, પછી ફ્રેન્ચાઈઝીના: આકાશ ચોપરા

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ જસપ્રિત બુમરાહ પર મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં આકાશ ચોપરાએ નિશાન સાધતા કહ્યું કે જો બુમરાહ IPLમાં 7 મેચ નહીં રમે તો દુનિયા…

Top Stories Sports
Aakash Chopra Statement

Aakash Chopra Statement: ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ જસપ્રિત બુમરાહ પર મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં આકાશ ચોપરાએ નિશાન સાધતા કહ્યું કે જો બુમરાહ IPLમાં 7 મેચ નહીં રમે તો દુનિયા ખતમ નહીં થાય. IPLમાં રમવું કોઈ પણ ખેલાડીનું લક્ષ્ય ન હોવું જોઈએ. કોઈપણ ખેલાડી ટીમ ઈન્ડિયા માટે પહેલા હોય છે અને પછી કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે.

આકાશ ચોપરાએ કહ્યું, તમે પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડી છો ત્યારબાદ ફ્રેન્ચાઇઝી માટે ક્રિકેટ રમી શકો છો. જો બુમરાહ IPLમાં 7 મેચ નહીં રમે તો તેનાથી દુનિયા ખતમ નહીં થાય. જો બુમરાહને બોલિંગ કરવામાં સહેજ પણ તકલીફ પડી રહી હોય તો BCCIએ તેને તરત જ IPLમાં રમવાથી રોકવું જોઈએ. તેમણે કહ્યું કે, જો તે ફિટ છે તો તેણે જઈને ઈરાની ટ્રોફી અને કાઉન્ટી ક્રિકેટ રમવી જોઈએ, પરંતુ IPLને હજુ એક મહિનો બાકી છે અને અમને એ પણ ખબર નથી કે તે બધી મેચ રમી શકશે કે નહીં. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ ત્રણ મહિના દૂર છે. આવી સ્થિતિમાં બુમરાહને લઈને જે પણ નિર્ણય લેવામાં આવે છે, તેને સમજીને લેવો પડશે.

જણાવી દઈએ કે ભારતીય ટીમના ફાસ્ટ બોલિંગ લીડર જસપ્રીત બુમરાહ સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે છેલ્લા 5-6 મહિનાથી ક્રિકેટમાંથી બહાર ચાલી રહ્યો છે. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપ સહિત ઘણી મહત્વની મેચોથી પણ દૂર રહ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને ભારત-ઓસ્ટ્રેલિયા ODI સિરીઝમાં ચૂકી ગયા પછી અટકળો વહેતી થઈ હતી કે બુમરાહ IPLમાં વાપસી કરી શકે છે. આ દરમિયાન તે IPL 2023માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી સીધો રમશે. આનો અર્થ એ થયો કે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ મેચ 2જી એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે અને આ મેચમાં જસપ્રીત બુમરાહ ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં વાપસી કરી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad/હાટકેશ્વર બ્રિજનું પ્રતિકાત્મક બેસણું યોજાયું, પોલીસે કરી પ્રદર્શનકારીઓની અટકાયત