Not Set/ મિશન ૨૦૧૯ : મોદી સરકાર બજેટમાં કરી શકે છે કેટલીક પ્રજાલક્ષી જાહેરાત

નવી દિલ્હી, લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ૧ ફેબ્રુઆરીના દિવસે વચગાળાનુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. સામાન્ય બજેટની જગ્યાએ આ વચગાળાનુ બજેટ હોવા છતાં સરકાર કોઇ તક છોડવા માટે તૈયાર નથી, ત્યારે આ બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ, બજેટમાં સોના પર હાલમાં લાગુ આયાત […]

Top Stories India Trending
dc Cover 652ovhkibhg82kh6on274ihkn1 20180303163645.Medi મિશન ૨૦૧૯ : મોદી સરકાર બજેટમાં કરી શકે છે કેટલીક પ્રજાલક્ષી જાહેરાત

નવી દિલ્હી,

લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ૧ ફેબ્રુઆરીના દિવસે વચગાળાનુ બજેટ રજૂ કરવા જઇ રહી છે. સામાન્ય બજેટની જગ્યાએ આ વચગાળાનુ બજેટ હોવા છતાં સરકાર કોઇ તક છોડવા માટે તૈયાર નથી, ત્યારે આ બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બજેટમાં સોના પર હાલમાં લાગુ આયાત ડ્યુટીમાં કોઇ ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે. બેંકર્સ અને જાણકાર નિષ્ણાંતો કહે છે કે, જીએસટી કલેક્શનમાં ઘટાડો થઇ રહ્યો છે. સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણી પર આવી પહોંચી છે.

file મિશન ૨૦૧૯ : મોદી સરકાર બજેટમાં કરી શકે છે કેટલીક પ્રજાલક્ષી જાહેરાત
national-Mission 2019 Modi government can make some public announcements in the budget

આ ઉપરાંત લોકસભાની ચૂંટણી પહેલા ગ્રામીણ વસ્તીની આવકમાં સુધારાના પ્રયાસથી સરકારી ખજાના પર બોજ આવી રહ્યો છે. આ સ્થિતિમાં આવી શક્યતા ઓછી છે કે, સરકાર સોનાની આયાત ડ્યુટીમાં ઘટાડો કરશે. કારણ કે આના કારણે આવકમાં ઘટાડો થઇ શકે છે.

ગોલ્ડ પર આયાત ડ્યુટીને ઘટાડી દેવાનો અર્થ એ થાય છે કે, તેમની સંપત્તિની કિંમતમાં ઘટાડો થઇ જશે, આના કારણે મોટી સંખ્યામાં ભારતીય પરિવારમાં નારાજગી જોવા મળી શકે છે.

gst 660 010718121501 102418055702 મિશન ૨૦૧૯ : મોદી સરકાર બજેટમાં કરી શકે છે કેટલીક પ્રજાલક્ષી જાહેરાત
national-Mission 2019 Modi government can make some public announcements in the budget

કોટક મહિન્દ્રા બેંકના ગ્લોબલ ટ્રાન્જેક્શન બેકિંગના સિનિયર અદિકારી શેખર ભંડારી કહે છે કે, વર્તમાન નાણાંકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. આ સ્થિતિમાં સરકાર ગોલ્ડ પર આયાત ડ્યુટી ઘટાડી દેવા માટે તૈયાર નથી. ગોલ્ડ પર બે ટકા આયાત ડ્યુટી ઓચી કરવાની સ્થિતિમાં સરકારનું રાજસ્વ ૫૦ કરોડ ડોલર સુધી ઘટી શકે છે.

આ પણ યોગ્ય નથી કે, સરકાર ગોલ્ડ પર આયાત ડ્યુટીને ઘટાડીને જીએસટીના દર વધારી શકે છે, કારણ કે પહેલાથી જ જીએસટી કલેક્શનના લક્ષ્યને પહોંચી વળવામાં સફળતા હાથ લાગી નથી. જેથી ગોલ્ડ પર જીએસટીના દરોને ઘટાડી દેવા અથવા તો તેમાં કોઇ પણ પ્રકારના ફેરકાર કરવાની બાબત યોગ્ય દેખાતી નથી.

Rs10 cr in new notes મિશન ૨૦૧૯ : મોદી સરકાર બજેટમાં કરી શકે છે કેટલીક પ્રજાલક્ષી જાહેરાત
national-Mission 2019 Modi government can make some public announcements in the budget

ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન સતત બીજા મહિનામાં ઘટીને ૯૪,૭૨૬ કરોડ સુધી પહોંચી જતા ચિંતા રહી હતી, નવેમ્બર મહિનામાં આંકડો ૯૭૬૩૭ કરોડનો રહ્યો હતો. જ્યારે તેના પહેલાના મહિનામાં આંકડો ૧૦૦૭૧૦ કરોડ રૂપિયાનો હતો.

ગયા વર્ષે એપ્રિલ મહિનાથી ડિસેમ્બર વચ્ચે માસિક જીએસટી કલેક્શન સરેરાશ ૯૬૮૦૦ કરોડ રહેતા આની ચર્ચા આર્થિક નિષ્ણાંતો વચ્ચે જોવા મળી હતી. જાણકાર લોકો કહે છે કે, જીએસટીના માસિક કલેક્શનનો આંકડો આશરે ૧૦૬૩૦૦ કરોડનો રહ્યો છે.

જીએસટીના આ વર્ષના નિર્ધારિત લક્ષ્યને હાંસલ કરવા માટે દર મહિને સરેરાશ ૧૩૪૯૦૦ કરોડ રૂપિયાની જરૂર દેખાઇ રહી છે. નવેમ્બર ૨૦૧૫માં લોન્ચ કરાયેલી સાવરેન ગોલવ્ડ બોન્ડ પર પણ ૧૦ ટકા આયાત ડ્યુટી સામેલ છે. આ સ્કીમને લઇને પણ ચર્ચા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટીને ઘટાડી શકાય એમ નથી.