શપથવિધિ/ ભાજપના આ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે, ફોન કરીને જાણ કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોચ્યા છે, તેમના આગમન બાદ કયાં મંત્રીઓને સમાવવાના છે તેઓને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવી છે.

Top Stories Gujarat
10 11 ભાજપના આ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે, ફોન કરીને જાણ કરવામાં આવી

રુષીકેશ પટેલ
કનુભાઈ દેસાઈ
રાઘવજી પટેલ
મુળુભાઈ બેરા
પુરુષોત્તમ સોલંકી
કુંવરજી બાવળીયા
ભાનુબહેન બાબરીયા
કુબેર ડિંડોર
બળવંતસિંહ રાજપુત
બચુ ખાબડ
જગદીશ પંચાલ – નિકોલ
મુકેશ પટેલ – ઓલપાડ
ભીખુભાઈ પરમાર – મોડાસા
હર્ષ સંઘવી – મજૂરા

ગુજરાતમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ હવે  આજ શપથગ્રહણ સમારોહ ભવ્ય રીતે ઉજવવા જઇ રહ્યો છે, આ કાર્યક્રમમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી પહોચ્યા છે, તેમના આગમન બાદ કયાં મંત્રીઓને સમાવવાના છે તેઓને ફોનના માધ્યમથી જાણ કરવામાં આવી છે. આજે ભવ્ય શપથવિધિ સમારોહ યોજાવવાનો છે.જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત હાલ આ નેતાઓ શપથ લેશે,. ભાજપના હાઇકમાન્ડ તરફથી  કનુ દેસાઇ, ઋષિકેશ પટેસ, કુવરજી બાવળિયા,બળવંતસિંહ રાજપૂત, અને રાઘવજી પટેલને  મંત્રી બનવા માટે ફોન આવ્યો હતો. આ ધારસભ્યો આવતીકાલે મંત્રી તરીકે શપથ લેશે.

ઉલ્લેખનીય છે કે12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી પદની શપથવિધિ યોજાવાની છે. જેને લઇને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર રાજભવન રવાના થયા છે. જ્યાં મોદી રાત્રિ રોકાણ કરશે. જોકે, સોમવારે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથવિધિ યોજાશે. જેમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. તો સાથેસાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભાજપને મળેલા રેકોર્ડબ્રેક જીતની શપથવિધિ પણ ભવ્ય જોવા મળશે આમાં વિજેતા ધારાસભ્યો, મુખ્યમંત્રીના મહેમાનો, ઉદ્યોગપતિઓ, કલાકારો, સંતો, વીઆઇપી લોકો અને સામાન્ય જનતાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં કોઇને પણ સમસ્યા ન થાય તે પ્રકારે જડબેસલાક આયોજન કરવામાં આવ્યું છે.મુખ્યશપથમંત્રી આવતીકાલે વડાપ્રધાનની હાજરીમાં શપથગ્રહણ કરશે.