Navsari-death/ નવસારીમાં બાલ્કની તૂટતા મહિલાનું મોત

ઇશ્વર ક્યારે કોઈનો કેવો દિવસ ઉગાડે છે ત્યાં ખબર છે. નવસારીમાં વોર્ડ નંબર ચારમાં કમેલા રોડ પર આવેલા જર્જરિત લોખંડવાલા કોમ્પ્લેક્સના પહેલા માળની બાલ્કનીમાં ઊભી રહેલી મહિલા માટે બાલ્કની જ કાળ બનીને આવી હતી હતી.

Top Stories Gujarat Surat
Navsari નવસારીમાં બાલ્કની તૂટતા મહિલાનું મોત

નવસારીઃ ઇશ્વર ક્યારે કોઈનો કેવો દિવસ ઉગાડે છે ત્યાં ખબર છે. નવસારીમાં વોર્ડ નંબર ચારમાં કમેલા રોડ પર આવેલા જર્જરિત લોખંડવાલા કોમ્પ્લેક્સના પહેલા માળની બાલ્કનીમાં ઊભી રહેલી મહિલા માટે બાલ્કની જ કાળ બનીને આવી હતી હતી. બાલ્કની તૂટી પડતા 40 વર્ષીય રઇસાબાનું નામની મહિલા નીચે પટકાઈ હતી. નીચે પટકાવવાના લીધે તેને ગંભીર ઇજા થઈ હતી. તેનું સારવાર દરમિયાન ઇજાના લીધે મોત થયું હતું. આમ જર્જરિત ઇમારતની જર્જરિત બાલ્કની મહિલાના મોતનું કારણ બની હતી. પણ વાત અહીં શું પૂરી થઈ ગઈ. ના જરા પણ નહી, આ તો હજી શરૂઆત છે. આ પ્રકારની જર્જરિત ઇમારત તેમા રહેનારા બીજા કેટલાય લોકો માટે મોટી ચેતવણી છે. આ પ્રકારની ઇમારતો તેમા રહેનારા લોકો માટે જીવતા ટાઇમ બોમ્બ સમાન છે.

નવસારીની નગરપાલિકા તો ફક્ત જર્જરિત ઇમારત બદલ નોટિસ આપીને સંતોષ માની લે છે. ગળ કોઈ કાર્યવાહી કરતી નથી. મહિલા નીચે પટકાયા બાદ બહાર આવ્યું છે કે કોમ્પલેક્સની ચારેય ઇમારતોને અગાઉ નગરપાલિકાએ નોટિસ આપી હતી. જર્જરિત હોવાના લીધે પાલિકા દ્વારા સમારકામની પણ નોટિસ આપવામાં આવી હતી. આ ઘટના બાદ હવે પાલિકાએ બિલ્ડિંગ ખાલી કરાવવાનું શરૂ કર્યુ છે. પણ નગરજનોમાં ચર્ચા છે કે પાલિકા નોટિસ આપવા સિવાય કશું કરતું નથી. અગાઉ જર્જરિત થયેલી બે ઇમારતોને તોડી પડાઈ હતી. હજી પણ બે જર્જરિત ઇમારતોમાં લોકો રહે છે. હવે મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.


આ પણ વાંચોઃ પ્રહાર/ રાજસ્થાનના CM અશોક ગહલોતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચોઃ ITના દરોડા/ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના સંબંધીના ડાયરેક્ટર વાળી ફાર્માસ્યુટિકલ કંપની પર આઇટીના દરોડા

આ પણ વાંચોઃ Worldcup/ શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર થનારી ત્રીજી ટીમ,બાંગ્લાદેશે 3 વિકેટથી હરાવ્યું