Gujarat-Heartattack/ ગુજરાતના યુવાનોના હાર્ટ પર એટેક, વધુ બેના મોત

ગુજરાતમાં હાર્ટએટેકનો અવિરત સિલસિલો જારી છે. રાજકોટ અને વડોદરામાં બેને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટ તો જાણે હાર્ટએટેકનું સેન્ટર બની ગયું છે, દિવસ ઉગ્યો નથી કે હાર્ટએટેકથી મોતના સમાચાર આવ્યા નથી.

Top Stories Gujarat Rajkot Vadodara

અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટએટેકનો અવિરત સિલસિલો જારી છે. રાજકોટ અને વડોદરામાં બેને હાર્ટ એટેક આવ્યો છે. રાજકોટ તો જાણે હાર્ટએટેકનું સેન્ટર બની ગયું છે, દિવસ ઉગ્યો નથી કે હાર્ટએટેકથી મોતના સમાચાર આવ્યા નથી.  રાજકોટમાં રસૂલપરામાં 50 વર્ષના આધેડનું મોત હાર્ટએટેકથી થયું છે. રમેશ ચંદ્ર પાલ ચાની લારીએ ચા પીતાપીતા ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતા તેમનું મોત થયું છે. આમ રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં બે વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થયા છે. આમ હાર્ટ એટેક રાજકોટવાસીઓનો પીછો જ છોડતો હોય તેમ લાગતું નથી. રાજકોટ જાણે સૌરાષ્ટ્રનું હાર્ટ એટેકનું કેન્દ્ર બની ગયું છે.

હાર્ટએટેકથી બીજુ એક મોત વડોદરામાં થયું છે. વડોદરામાં એક યુવાનનું હાર્ટએટેકથી નિધન થતા સમગ્ર કુટુંબ જ નહીં વિસ્તારમાં પણ સોંપો પડી ગયો છે. તેમા પણ દિવાળી સમયે થયેલા મોતના લીધે યુવાનનું કુટુંબ શોકાતુર થઈ ગયું છે. ફક્ત 32 વર્ષના યુવાન નયન પટેલનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે. વડોદરામાં બાજવા રોડ પર ગિરીરાજનગરના રહેવાસી નયન પટેલ તેમના મિત્રને મળવા ગયા હતા. તેઓ દાંડિયા બજારના પાનના ગલ્લા પર મિત્રે મળીને વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમને અચાનક જ વોમિટિંગ અને ગભરામણ થઈ હતી. તેમની અચાનક કથળેલી તબિયત જોઈને મિત્રએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમનું ત્યાં ટૂંકી સારવાર પછી નિધન થયું છે. તેમનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હોવાનું પ્રાથમિક તારણ છે.


આ પણ વાંચોઃ Navsari-Death/ નવસારીમાં બાલ્કની તૂટતા મહિલાનું મોત

આ પણ વાંચોઃ Assembly Elections 2023/ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કાના મતદાન દરમ્યાન નકસલીઓએ કર્યો IED બ્લાસ્ટ, CRPF જવાન ઘાયલ

આ પણ વાંચોઃ પ્રહાર/ રાજસ્થાનના CM અશોક ગહલોતે ભાજપ પર કર્યા આકરા પ્રહાર