IPL 2020/ ધોનીએ મારી એવી સિક્સર, ફેન્સ બોલ્યા- સિંહ હજુ નથી થયો ઘરડો

IPL માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી શેન વોટ્સન અને અંબાતી રાયડુ વચ્ચે 41 રનની ત્રીજી વિકેટની ભાગીદારીનાં કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ જીતથી દૂર રહી ગયુ હતુ. હૈદરાબાદની ટીમને 20 રને પરાજય મળ્યો હતો. મેચનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો, તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર […]

Top Stories Sports

IPL માં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) તરફથી શેન વોટ્સન અને અંબાતી રાયડુ વચ્ચે 41 રનની ત્રીજી વિકેટની ભાગીદારીનાં કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ જીતથી દૂર રહી ગયુ હતુ. હૈદરાબાદની ટીમને 20 રને પરાજય મળ્યો હતો. મેચનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો, તેણે બેટ અને બોલ બંનેથી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા બેટિંગમાં 10 બોલમાં 25 રન બનાવ્યા અને ત્યારબાદ બોલિંગમાં એક વિકેટ ઝડપી હતી.

મેચમાં ચાહકોને એમએસ ધોનીની સિક્સર પણ જોવા મળી હતી. આ મેચમાં ધોનીએ 102 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકોએ ધોનીનાં ઘણી વખાણ કર્યા છે. સીએસકેએ 18 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. આ મેચમાં કરો યા મરોની સ્થિતિ હતી, જેને લઇને તેઓ એક મોટા સ્કોરની શોધમાં જ હતી. એમએસ ધોની ક્રીઝ પર ઉભો હતો. તેણે નટરાજનનાં બોલ પર મોટી સિક્સર ફટકારી. તેણે બોલને રોકેટમાં ફેરવી અને મોટી સિક્સર ફટકારી હતી. જો કે તે પછીનાં બોલ પર ધોની આઉટ થયો હતો. પરંતુ ચાહકોને તેનો છક્કો ઘણો પસંદ આવ્યો હતો. એમએસ ધોનીએ સિક્સર ફટકારતા જ ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ ધોનીનાં સિક્સરની ખૂબ પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, ‘સિંહની ઉંમર વધી છે, પરંતુ તે વૃદ્ધ થયો નથી.’

https://twitter.com/ipl2020highlite/status/1316044030266896385

આપને જણાવી દઇએ કે, શેન વોટસને 38 બોલમાં એક ચોક્કા અને ત્રણ છક્કા ફટકાર્યા હતા જ્યારે રાયડુએ 34 બોલમાં ત્રણ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. આ સાથે સીએસકેએ ટોસ જીતીને છ વિકેટે 167 રન બનાવ્યા હતા. આખરે રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં ત્રણ ચોક્કા અને એક છક્કાની મદદથી અણનમ 25 રનનું યોગદાન આપ્યું હતું. કેન વિલિયમસને સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી 57 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી અને ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 147 રન બનાવી શકી હતી. સીએસકે તરફથી કરન શર્મા અને ડ્વેન બ્રાવોએ બે-બે જ્યારે સેમ કરન, જાડેજા અને શાર્દુલ ઠાકુરે એક-એક વિકેટ ઝડપી હતી. સીએસકે અને સનરાઇઝર્સ હૈદરાબાદની ત્રણ જીત સાથે છ પોઇન્ટ છે. પરંતુ ટેબલમાં, હૈદરાબાદની ટીમ હજી પણ ચેન્નાઈની ટીમથી ઉપર પાંચમાં ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ