ASIAN GAMES/ ભારતની જીત સાથે શરૂઆત, હોકી એશિયા કપમાં ચીનને 4-3થી હરાવ્યું; કેપ્ટન હરમનપ્રીતની હેટ્રિક

હરમનપ્રીતના ગોલના બળ પર ભારતે લીડ મેળવી

Sports

Sports News : એશિયા કપ હોકી ટુર્નામેન્ટની શરૂઆત ભારતે  શુક્રવારે  જીત સાથે કરી. હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh) ની હેટ્રિકને કારણે ભારતીય હોકી ટીમે ચીનને પૂલ A મેચમાં 4-3થી પરાજય આપ્યો હતો. ભારત માટે જુગરાજ સિંહે પણ ગોલ કર્યો હતો. ચીન (China) માટે ડુ શિહાઓ (12′), ચેન બેનહાઈ (35′) અને ગાઓ જિશેંગ (42′) એ ગોલ કર્યા. પ્રથમ ક્વાર્ટર પછી 0-1 થી પાછળ રહ્યા બાદ, ભારતે બે મિનિટમાં બે ગોલ કરીને હાફ ટાઇમ સુધી 2-1 ની લીડ મેળવી. 20મી, 33મી અને 47મી મિનિટમાં હરમનપ્રીતે પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા, બીજીતરફ 18મી મિનિટે જુગરાજ સિંહે ગોલ કર્યો. ચીન માટે ડુ શિન્હાઓ (12મી), ચેન બેનહાઈ (35મી મિનિટ) અને ગાઓ જિશેંગ (42મી મિનિટ) એ ગોલ કર્યા. પ્રથમ ક્વાર્ટરમાં એક ગોલ પાછળ રહ્યા બાદ, બીજા ક્વાર્ટરમાં ભારતે બે મિનિટમાં બે ગોલ કરીને હાફ ટાઇમ સુધી 2-1 ની લીડ મેળવી.

બીજા હાફની ત્રીજી મિનિટમાં કેપ્ટન હરમનપ્રીતે બીજો ગોલ કર્યો. ચીને બે મિનિટ પછી વળતો હુમલો કર્યો. બંને ટીમો છેલ્લા ક્વાર્ટરમાં બરાબરી પર હતી પરંતુ હરમનપ્રીતે 47મી મિનિટે પેનલ્ટી કોર્નર ગોલમાં રૂપાંતર કરીને ભારતને જીત અપાવી.

અગાઉની બે વખતની ઓલિમ્પિક  બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમ (Indian Hockey Team) ભલે મેચ જીતી ગઈ હોય, પરંતુ પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું અને ચીનને મેચમાં રહેવાની તકો આપી. ભારતીય ટીમ 11માંથી ફક્ત ચાર પેનલ્ટી કોર્નર ગોલમાં રૂપાંતરિત કરી શકી. ભારતે આક્રમક શરૂઆત કરી અને શરૂઆતમાં જ પહેલી તક બનાવી. મનદીપ સિંહે બોલ સંજયને આપ્યો પરંતુ ચીનના ગોલકીપર વેઇહાઓ યાંગે તેનો શોટ બચાવ્યો. ભારતે દબાણ જાળવી રાખ્યું અને પહેલો પેનલ્ટી કોર્નર જીત્યો. મનદીપે તેના પર ગોલ કર્યો પરંતુ ચીનના રેફરલ બાદ તેને રદ કરવામાં આવ્યો. થોડી મિનિટો પછી, દિલપ્રીત સિંહે નજીકથી રિવર્સ હિટ લીધી પરંતુ ચીની ગોલકીપરે તેને બચાવી લીધો. 12મી મિનિટે ચીને પહેલા પેનલ્ટી કોર્નર પર લીડ મેળવી. પ્રથમ ક્વાર્ટરમાં એક મિનિટ બાકી હતી ત્યારે, ભારત પાસે બીજી તક હતી પરંતુ અભિષેકનો પહેલો શોટ વેહાઓએ બચાવ્યો અને પછી બીજા પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીતનો ફ્લિક વાઇડ ગયો.

ભારતે બીજા ક્વાર્ટરની ત્રણ મિનિટમાં જ જુગરાજે ગોલ કરીને બરાબરી કરી. બે મિનિટ પછી ભારતને ચોથો પેનલ્ટી કોર્નર મળ્યો અને આ વખતે હરમનપ્રીતે કોઈ ભૂલ કરી નહીં. એક મિનિટ પછી બીજો પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો પરંતુ તે વેડફાઇ ગયો. ચીનને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ શોટ વાઇડ ગયો. હાફટાઇમ પહેલા ત્રણ મિનિટ પહેલા ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ હરમનપ્રીતનો ફ્લિક વેહાઓએ ડાબી બાજુ ડાઇવ કરીને બચાવ્યો. ત્રીજા ક્વાર્ટરની ત્રીજી મિનિટમાં, હરમનપ્રીતના ગોલના બળ પર ભારતે લીડ મેળવી. જોકે, બે મિનિટ પછી, ચેને ચીન માટે પેનલ્ટી કોર્નર બનાવ્યો. ભારત પાસે 39મી મિનિટમાં બીજી તક હતી પરંતુ હરમનપ્રીત પેનલ્ટી સ્ટ્રોક પર લક્ષ્ય ચૂકી ગયો અને બોલ પોસ્ટ પર વાગ્યો.

બીજીતરફ બે મિનિટ પછી ગાઓના ગોલ દ્વારા ચીને 3-3 થી બરાબરી કરી. ભારતને 47મી મિનિટમાં સતત બે પેનલ્ટી કોર્નર મળ્યા, જેમાંથી બીજો ગોલ હરમનપ્રીતે કર્યો. અંતિમ વ્હિસલ વાગવાથી ત્રણ મિનિટ પહેલા, ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો જે વેડફાઈ ગયો. પૂલ A ની પહેલી મેચમાં જાપાને કઝાકિસ્તાનને 7-0 થી હરાવ્યું. ભારતે હવે રવિવારે જાપાન સામે રમવાનું છે.

પુરુષોની એશિયા કપ હોકી શુક્રવારથી બિહારના રાજગીરમાં યોજાઈ રહી છે જે 29 ઓગસ્ટથી શરૂ થઈને  7 સપ્ટેમ્બર, 2025 ના રોજ રાજગીરના ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પૂરી થશે. આ ટુર્નામેન્ટના વિજેતાને 2026 આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન  (International Hocky Fedration) હોકી વર્લ્ડ કપ (Hockey World Cup 2026) માં સીધો પ્રવેશ મળશે. અત્યાર સુધી 11 આવૃત્તિઓ થઈ છે, જેમાં કોરિયા પાંચ વખત, ભારત અને પાકિસ્તાન ત્રણ-ત્રણ વખત જીત્યું છે.

એશિયા કપ મેન્સ હોકીના બારમા આવૃત્તિમાં આઠ ટોચના એશિયન દેશો ભાગ લઈ રહ્યા છે. જેમાં ભારત, જાપાન, ચીન, કઝાકિસ્તાન, મલેશિયા, કોરિયા,બાંગ્લાદેશ અને ચાઇનીઝ તાઈપેઈની ટીમોનો સમાવેશ થાય  છે. યજમાન ભારતને જાપાન, ચીન અને કઝાકિસ્તાન સાથે આ ટુર્નામેન્ટમાં પૂલ A માં રાખવામાં આવ્યું છે. ભારતનો પહેલો મુકાબલો ચીન સામે હતો. ત્યારબાદ તેઓ 31 ઓગસ્ટના રોજ જાપાન અને 1 સપ્ટેમ્બરના રોજ કઝાકિસ્તાન સામે પોતાનો અંતિમ પૂલ મેચ રમશે. પૂલ A માં, ભારત-ચીન મેચ ઉપરાંત, જાપાન અને કઝાકિસ્તાન પણ પ્રથમ દિવસે ટકરાશે. જ્યારે પૂલ B માં મલેશિયા, કોરિયા, બાંગ્લાદેશ અને ચાઇનીઝ તાઈપેઈનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: શું ટીમ ઈન્ડિયા આજે ફરી કરશે બાઉન્સ બેક? બુમરાહ પર મોટી જવાબદારી છે, સિરાજ-કૃષ્ણને પણ સાથે રમવું પડશે

આ પણ વાંચો:  ડ્રેસિંગ રૂમમાં ઋષભ પંત સામે કેએલ રાહુલે જોડ્યા હાથ,BCCIનો આ વીડિયો ખૂબ વાયરલ થયો

આ પણ વાંચો: એન્ડરસન-તેંડુલકર ટ્રોફી વિવાદ પર સચિન તેંડુલકરે મૌન તોડ્યું: ‘મેં પટૌડી પરિવારને કહ્યું હતું કે હું મારાથી બનતું બધું કરીશ…’