IND vs SA/ કોહલી પાસે લક્ષ્મણ-દ્રવિડનો વિરાટ રેકોર્ડ તોડવાની તક

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, જેમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે.

Sports
લક્ષ્મણ-દ્રવિડનો રેકોર્ડ તોડશે વિરાટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે, જેમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે. વિરાટ કોહલી પાસે આ ત્રણ મેચની સીરીઝમાં રાહુલ દ્રવિડ અને વીવીએસ લક્ષ્મણને પાછળ છોડવાની શાનદાર તક હશે. કોહલીએ દક્ષિણ આફ્રિકામાં 5 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 558 રન બનાવ્યા છે.

આ પણ વાંચો – Cricket / એજાઝ પટેલે 10 વિકેટ લઇને રેકોર્ડ બનાવનારા બોલ કર્યા Donate

ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી અને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચે ચાલી રહેલા મતભેદો વચ્ચે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પહોંચી ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં 26 ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ અને ત્રણ વનડે સીરીઝ રમાશે. વનડે સીરીઝ 19 જાન્યુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા પહોંચે તે પહેલા જ કોહલી-સૌરવ વચ્ચે અણબનાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો. જો કે, આ મતભેદો સિવાય, વિરાટ માટે આ સીરીઝને ઐતિહાસિક અને યાદગાર બનાવવાની સંપૂર્ણ તક હશે. ટેસ્ટ સીરીઝમાં રનનાં મામલે વિરાટ VVS લક્ષ્મણ અને રાહુલ દ્રવિડને પાછળ છોડી શકે છે. જો આંકડાની વાત કરીએ તો વિરાટ દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ રમી ચૂક્યો છે. જેમાં વિરાટે 55.80ની એવરેજથી 558 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં વિરાટ દ્રવિડ (566 રન) અને લક્ષ્મણ (624 રન) નાં ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં 67 રન બનાવતાની સાથે જ પાછળ રહી જશે. આ સાથે વિરાટ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની જશે. આ મામલામાં સૌથી આગળ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર છે, જેના નામે 15 મેચની 28 ઇનિંગ્સમાં 1161 રન છે.

દક્ષિણ આફ્રિકાની ધરતી પર સૌથી વધુ રન બનાવનાર ભારતીય:

1161 રન – સચિન તેંડુલકર
624 રન – વીવીએસ લક્ષ્મણ
566 રન – રાહુલ દ્રવિડ
558 રન – વિરાટ કોહલી

આ પણ વાંચો – Ashes series / જોશ બટલરે હવમાં ઉડીને સુપરમેન સ્ટાઇલમાં કર્યો કેચ, જુઓ આ Video

દક્ષિણ આફ્રિકા એવો દેશ છે જ્યા ભારત આજ સુધી એક પણ ટેસ્ટ સીરીઝ જીતી શક્યું નથી. આ પ્રવાસમાં વિરાટ પોતાની કેપ્ટનશીપમાં 29 વર્ષનાં દુષ્કાળને ખતમ કરવા માંગશે. ભારતીય ટીમ 1991-92માં પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા ગઈ હતી. આ પ્રથમ વખત હતુ જ્યારે બન્ને ટીમો વચ્ચે ટેસ્ટ સીરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પછી ભારતે સાત વખત દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો, પરંતુ દરેક વખતે ટીમ ટેસ્ટ સીરીઝ જીતવામાં નિષ્ફળ રહી છે.