Not Set/ IPL 2018 : રાયડુની તૂફાની સદી સાથે CSKની ટીમે પુણેમાં મારી બાજી

પુણે, પુણેના એમસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૮૦ રનના ટાર્ગેટનો પીછો કરતા આ લક્ષ્યને CSKની ટીમે ૧૯ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો આઠમો વિજય હાંસલ કર્યો હતો. It's all over here in Pune as […]

Trending Sports

પુણે,

પુણેના એમસીએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૮ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૮૦ રનના ટાર્ગેટનો પીછો કરતા આ લક્ષ્યને CSKની ટીમે ૧૯ ઓવરમાં જ વટાવી ટુર્નામેન્ટમાં પોતાનો આઠમો વિજય હાંસલ કર્યો હતો.

ચેન્નઈની ટીમના શાનદાર વિજયના હિરો સ્ફોટક ઓપનર બેટ્સમેન શેન વોટશન, અંબતી રાયડુ રહ્યા હતા, પરંતુ રાયડુને તુફાની સદીના કારણે મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. ઓપનર બેટ્સમેન અંબતી રાયડુએ માત્ર ૬૨ બોલમાં ૧૦૦ રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી SRHની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૭૯ રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર બેટ્સમેન એલેક્સ હેલ્સ માત્ર ૨ રન બનાવી પેવેલિયનમાં ભેગો થયો હતો.

જો કે ત્યારબાદ સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન અને કેપ્ટન કેન વિલિયમસનની જોડીએ બીજી વિકેટ માટે ૧૨૩ રનની ભાગીદારી નોધાવી હતી. ધવને માત્ર ૪૯ બોલમાં ૧૦ ચોક્કા અને ૩ સિક્સર સાથે ૭૯ રન બનાવ્યા હતા જયારે વિલિયમસને ૩૯ બોલમાં ૫૧ રન ફટકાર્યા હતા. ૫૧ રનની ઇનિંગ્સમાં વિલિયમસને ૫ ચોક્કા અને ૨ સિક્સર ફટકારી હતી. મેચની અંતિમ ઓવરોમાં દિપક હુડ્ડાએ ૧૧ બોલમાં ૨૧ રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી ઝડપી બોલર શાર્દુલ ઠાકુરે ૨ વિકેટ ઝડપી હતી.

હૈદરાબાદ દ્વારા આપવામાં આવેલા ૧૮૦ રનના ટાર્ગેટનો પીછો કરતા CSKની ટીમે આ લક્ષ્યાંકને ૬ બોલ બાકી રાખતા જ વટાવ્યો અને જીત પોતાના નામે કરી હતી. ૧૮૦ રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈની શરૂઆત સારી  રહી હતી અને ઓપનર બેટ્સમેન શેન વોટસન અને અંબતી રાયડુની જોડીએ પ્રથમ વિકેટ માટે માત્ર ૧૩.૩ ઓવરમાં જ ૧૩૪ રનની ભાગીદારી નોધાવી હતી અને પોતાની ટીમ માટે વિજયો પાયો નાખ્યો હતો.

શેન વોટસને ૩૫ બોલમાં ૫ ચોક્કા અને ૩ સિક્સર સાથે ૫૭ રન ફટકાર્યા હતા જયારે અંબતી રાયડુએ માત્ર ૬૨ બોલમાં આ સિઝનની ચોથી સદી ફટકારી હતી. રાયડુએ તુફાની સદીની ઇનિંગ્સમાં ૭ ગગનચુંબી સિક્સર અને ૭ ચોક્કા ફટકાર્યા હતા. જયારે કેપ્ટન એમ એસ ધોનીએ ૧૪ બોલમાં ૨૦ રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમ તરફથી ઝડપી બોલર સંદીપ શર્માએ ૧ વિકેટ ઝડપી હતી.