દિલ્હી,
ઉત્તર ભારતમાં ગત સપ્તાહમાં ત્રાટકેલા વાવાઝોડા અને તોફાને ભારે કહેર મચાવ્યો હતો અને આ તોફાનમાં ૧૫૦ લોકોના મોત નીપજ્યા હતા જયારે ભારે નુકશાન પણ જોવા મળ્યું હતું, ત્યારે હવે રવિવારે રાજધાની દિલ્હી અને NCR (નોન કેપિટલ રિજીયન)માં આંધી ભર્યા તુફાને વધુ એકવાર દસ્તક લીધી છે.
#WATCH: Skies in Faridabad turn dark as strong winds & dust storm hit the region. #Haryana pic.twitter.com/VRDn8AsGIP
— ANI (@ANI) May 13, 2018
દિલ્લી-NCRમાં રવિવારે સાંજે ૪ વાગ્યે અચાનક જ હવામાને પલટો લીધો હતો અને ધૂળ ભરી આંધી સાથે તેજ ગતિથી હવા શરુ થઇ ગઈ હતી. આ તોફાનના કારણે દિલ્હી, ફરીદાબાદ, ગુરુગ્રામ અને નોઈડામાં વીજળી ગુલ થયા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
Dust storm hits the National Capital Region (NCR). Visuals from Delhi's Vijay Chowk. pic.twitter.com/09U2lhATtp
— ANI (@ANI) May 13, 2018
Delhi: Strong winds and dust storm hits the region, visuals from RK Puram area. pic.twitter.com/7wTq6BiOvS
— ANI (@ANI) May 13, 2018
Delhi: Dust storm, strong winds and rainfall hit the national capital, visuals from Janpath area. pic.twitter.com/3qfZpzsePJ
— ANI (@ANI) May 13, 2018
અચાનક આવેલા તુફાનના કારણે દિલ્હીના જનપથ એરિયાના ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે.
Flight movements at #Delhi's Indira Gandhi International Airport put on hold, due to the thunderstorm. pic.twitter.com/mBhA7xjARW
— ANI (@ANI) May 13, 2018
આ ઉપરાંત ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર આંધી ભર્યા તુફાન બાદ ૧૦ વિમાનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે જયારે હાલના સમયમાં વિમાનોની ઉડાન પણ બંધ કરવામાં આવી છે.
10 flight diversions at Delhi's Indira Gandhi International Airport so far due to bad weather conditions. pic.twitter.com/6bbWyChzf5
— ANI (@ANI) May 13, 2018
શ્રીનગરથી દિલ્હી આવી રહેલી એક ફ્લાઈટને ડાઈવર્ટ કરવામાં આવી છે અને અમૃતસર રવાના કરાઈ છે.
આંધી ભર્યા તોફાન બાદ ખરાબ હવામાનના કારણે મેટ્રોની દ્વારકા – નોઇડા લાઈન અડધા કલાક સુધી બંધ થઇ હતી.
Metro movement at the Noida Dwaraka line was stalled for 30 minutes due to bad weather conditions. The movement has now resumed. #Delhi
— ANI (@ANI) May 13, 2018
દિલ્હીના આઈપી એક્સટેન્શનમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, પરંતુ અચાનક આવેલા તુફાનના કારણે લગાવવામાં આવેલા ટેન્ટ પણ ઉડી ગયા હતા.
Storm interrupts CM Arvind Kejriwal's programme in Delhi's IP Extension pic.twitter.com/1KUhcXUfca
— ANI (@ANI) May 13, 2018
હરિયાણા તોફાનના કારણે થયું નુકશાન
#WATCH: Weather took a turn in Gurugram as strong winds hit the city this afternoon. #Haryana pic.twitter.com/XMvvLbv3ZZ
— ANI (@ANI) May 13, 2018
હરિયાણાના ગુરુગ્રામમાં અચાનક જ કાળા વાદળો અને ધૂળ ભરી આંધીના કારણે દિવસે જ અંધારપટ છવાઈ ગયો હતો.
ઝજ્જરમાં પણ તેજ વરસાદ સાથે બરફના કરા પડ્યા હતા. તેજ હવા ફૂકાવાના કારણે રસ્તાઓ પર ઝાડ તેમજ વીજળીના થાંભલાઓ પણ પડી ગયા છે.
Haryana: Skies in Faridabad turn dark as strong winds & dust storm hit the region. pic.twitter.com/0keQzFSYBX
— ANI (@ANI) May 13, 2018
ફરીદાબાદમાં પણ અચાનક આવેલા તુફાનના કારણે અંધારપટ છવાયો હતો. આંધી ભર્યા તુફાનના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે તેમજ રસ્તાઓ પર ઝાડ પણ પડી ગયા છે.
Dust storm hits Ghaziabad. Visuals from Indirapuram. pic.twitter.com/QC5D8L0wEp
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 13, 2018
જયારે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં પણ અચાનક આવેલા તુફાનના કારણે ધૂળ ભરી આંધી ઉડી હતી અને અંધારપટ છવાયો છે.
There is a circulation of a western disturbance in North West India. We had forecasted that the weather will be adverse for 2-3 days. This thunderstorm will continue for the next 48 to 72 hours: Charan Singh, Scientist, Indian Meteorological Department on weather change in #Delhi pic.twitter.com/BKjoFHfn5e
— ANI (@ANI) May 13, 2018
હવામાન વિભાગના વૈજ્ઞાનિક ચરણ સિંહે જણાવ્યું, “વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ)ના કારણે આ વાવાઝોડું અને આંધી ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળી રહી છે. આ પહેલા હવામન વિભાગે આગાહી કરી હતી કે હવામાન ૨-૩ દિવસ માટે પ્રતિકૂળ રહેશે. આ તોફાન આગામી ૪૮ થી ૭૨ કલાક સુધી ચાલુ રહેશે એ પણ તેઓએ જણાવ્યું હતું.
આ પહેલા કહેર મચાવી ચુક્યું છે તૂફાન
મહત્વનું છે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવેલા વાવાઝોડા, વરસાદ અને આંધીના તૂફાનના કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ૧૫૦થી વધુ લોકોનું મૃત્યુ થયા હતા અને ભારે નુકશાન થયું હતું.
આ તૂફાનમાં ખાસ કરીને યુપી અને રાજસ્થાનમાં સૌથી વધુ નુકશાન થયું હતું. ઉત્તરપ્રદેશના નવ જિલ્લાઓમાં આ તુફાનના કારણે ૧૬ લોકોના મોત નિપજ્યા હતા જયારે ૨ મેના રોજ આવેલા ભયંકર તૂફાનમાં ૭૩ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ૧૫૦થી વધુ પશુઓ પણ માર્યા ગયા હતા.
