shoaib akhtar/ ઈમરાન હાશ્મી નહીં, શોએબ અખ્તરને ઓફર થઈ હતી’ગેંગસ્ટર’?, 18 વર્ષ બાદ પાકિસ્તાની ફાસ્ટ બોલરનો ખુલાસો

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરને ક્રિકેટ સિવાય એક્ટિંગનો પણ શોખ છે. ભારતમાં તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. તેણે 2005માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘ગેંગસ્ટર’ને લઈને મોટો ખુલાસો કર્યો છે.

Trending Sports
શોએબ

રાવલપિંડી એક્સપ્રેસ તરીકે જાણીતા ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરને (Shoaib Akhtar) ક્રિકેટ સિવાય એક્ટિંગ પણ પસંદ છે. 2005માં આવેલી બોલિવૂડ ફિલ્મ ‘ગેંગસ્ટર’ અંગે પાકિસ્તાની પેસરે દાવો કર્યો છે કે તેને આ ફિલ્મમાં લીડ રોલની ઓફર કરવામાં આવી હતી પરંતુ કેટલાક કારણોસર તે આ ફિલ્મ સાઈન કરી શક્યો ન હતો. શોએબ અખ્તરનું કહેવું છે કે ક્રાઈમ-ડ્રામા આધારિત ‘ગેંગસ્ટર’માં મુખ્ય ભૂમિકા માટે ફિલ્મના દિગ્દર્શક મહેશ ભટ્ટે તેમનો સંપર્ક કર્યો હતો. આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી, કંગના રનૌત, શાઈની આહુજા જેવા કલાકારો છે.

 18 વર્ષ પછી શોએબ અખ્તરનો ખુલાસો

‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ સાથેની વાતચીતમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે દાવો કર્યો હતો કે, “મહેશ ભટ્ટે બોલિવૂડ ફિલ્મ ગેંગસ્ટરમાં લીડ માટે મારી સાથે વાત કરી હતી.” ગયા વર્ષે જ શોએબ અખ્તરે તેની બાયોપિક ‘રાવલપિંડી એક્સપ્રેસઃ રેસિંગ અગેન્સ્ટ ધ ઓડ્સ’ વિશે મોટી વાત કરી હતી, જોકે આ ફિલ્મ ક્યારે આવશે, તે જાહેર કરવામાં આવ્યું નથી.

સોશિયલ મીડિયા પર યુઝરની પ્રતિક્રિયા

પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ શોએબ અખ્તરની મજબૂત ફેન ફોલોઈંગ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં શોએબની બોલિંગની ખૂબ ચર્ચા થતી હતી. શોએબ અખ્તરના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. એક પ્રશંસકે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું- ‘ભાઈ તમે શું ફેંકો છો, યાર’, જ્યારે બીજાએ લખ્યું છે કે બોલિવૂડમાં લીડ રોલ માટે ‘કભી અપના મુહ દેખા હૈ ક્યા’, જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે- ‘ક્યાં બોલિવૂડ અને ગંગુ તેલી.

આ પણ વાંચો: ઓસ્કાર 2023માં ભાગ લેવા માટે ચપ્પલ વગર રવાના થયા રામ ચરણ, તેના પગ જોઈને તમે થઈ જશો આશ્ચર્યચકિત

આ પણ વાંચો:સોનુ નિગમ સાથે થયેલ ઝપાઝપી પર આયોજકોએ આપી સ્પષ્ટતા, ધારાસભ્ય પ્રકાશની પુત્રીએ કર્યું ટ્વિટ

આ પણ વાંચો:સોનુ નિગમ સાથે થયેલ ઝપાઝપી પર આયોજકોએ આપી સ્પષ્ટતા, ધારાસભ્ય પ્રકાશની પુત્રીએ કર્યું ટ્વિટ

આ પણ વાંચો:સ્વરા ભાસ્કર ફરી ચર્ચામાં, વિદ્યાર્થી નેતાએ આપી ચેતવણી, કહ્યું- ગેંગના સભ્યોનાં ટુકડે ટુકડે…