Dharma & Bhakti/ આ જાતકો હોય છે પૈસા સંભાળવામાં માસ્ટર…ધીમે-ધીમે આર્થિક મજબૂતી કેળવે છે…એ છે મૂળાંક 5..!

Mulank 5 (મૂળાંક 5) નાણાકીય બાબતોમાં ઘણા જ સમજદાર હોય છે અને એમના માટે પૈસા એ માત્ર ખર્ચ કરવાની વસ્તુ નહિં પણ ભવિષ્યની સુરક્ષાનું સાધન પણ હોય છે!

Trending Religious Rashifal Dharma & Bhakti
Mulank 5 , મૂળાંક 5, પૈસા ,સંભાળવામાં, માસ્ટર.

Dharm & Bhakti: જો તમે જાણવા માગો છો કે, પૈસા બાબતે ઘણી સમજદારીથી વર્તતા કયા જાતકો છે તો એ છે મૂળાંક 5 (Mulank 5) વાળા જાતકો…જે પૈસા બાબતે ઘણી સમજદારીથી વર્તે છે.

દરેક મૂળાંકની પોતાની એક આગવી વિશેષતા હોય છે. અંક શાસ્ત્ર (Numerology) અનુસાર, કોઈ પણ વ્યક્તિની જન્મતારીખ (Birth Date) ફક્ત તારીખ જ નથી હોતી પરંતુ એના સ્વભાવ, વિચારધારા અને એના જીવનની દિશાના અનેક રહસ્યોને પોતાની અંદર ગોપનીય રાખતી તિથિ માનવામાં આવે છે.

નાણાકીય આયોજનમાં મૂળાંક 5 (Mulank 5) અવ્વલ

દુનિયામાં આજીવિકા રળતા લાખો-કરોડો લોકો હશે પણ પૈસા સંભાળવા અને એને વધારવા એ પણ એ કળા છે. અમુક લોકો એવા હોય છે જેમને ફક્ત પૈસા કમાવામાં જ નહિં પણ એની ઉચિત જાળવણી (Money Management)ની કળા પણ સિદ્ધહસ્ત હોય છે! અને આ કળાને જન્મતિથિ સાથે ઘણો જ નિકટનો સંબંધ હોય છે. જો તમે જાણવા માગો છો કે આ કયા જાતકો છે તો એ છે મૂળાંક 5 (Mulank 5) વાળા જાતકો…જે પૈસા બાબતે ઘણી સમજદારીથી વર્તે છે. અંક જ્યોતિષ અનુસાર, 5 અથવા જેનો સરવાળો 5 થતો હોય એ અંક વાળી તારીખે જન્મેલા જાતકો મૂળાંક 5 ધરાવે છે.

Mulank 5 , મૂળાંક 5, પૈસા ,સંભાળવામાં, માસ્ટર.

પૈસાને બાખૂબી સમજે છે આ લોકો

જે લોકોની જન્મતિથિ 5, 14 અથવા 23 હોય છે એમનો મૂળાંક 5 માનવામાં આવે છે. આ લોકો નાણાકીય બાબતોમાં ઘણા જ સમજદાર હોય છે અને એમના માટે પૈસા એ માત્ર ખર્ચ કરવાની વસ્તુ નથી હોતી પણ ભવિષ્યની સુરક્ષા (Future Security)નું સાધન પણ હોય છે! આ જાતકો પૈસાને ક્યાં ખર્ચવા અને ક્યાં અટકવું એ બાબતમાં અત્યંત કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓ હોય છે. તો ચાલો જાણીએ, આ જાતકો વિશે વિસ્તૃતપણે…

1. બજેટ અને યોજનાને પ્રાધાન્ય

આ મૂળાંકના જાતકો વગર વિચાર્યે ખર્ચ નથી કરતા. બજેટ (Budget) બનાવવું અને એ મુજબ જ ચાલવું એ એમની મૂળભૂત ટેવ હોય છે. આ જ કારણે તે આર્થિક ઉતાર-ચડાવ (Economic Up-Down)ના સમયે પોતાને સરસ રીતે સંભાળી લે છે અને નાણાકીય ઉણપ એમને મોટાભાગે સાલતી નથી હોતી!

Mulank 5 , મૂળાંક 5, પૈસા ,સંભાળવામાં, માસ્ટર.

2. બુદ્ધિ અને વેપારમાં તેજ

આ મૂળાંકનો સ્વામી ગ્રહ બુધ (Budh Grah) હોય છે, જે બુદ્ધિ, તર્ક અને વેપારનો કારક માનવામાં આવે છે. આ જ કારણે 5નો અંક ધરાવતી વ્યક્તિઓ વેપાર, રોકાણ અને શેર બજાર (Business, Investment, Stock Exchange)માં ઝડપભેર નિર્ણયો લેવામાં સક્ષમ હોય છે અને મોટાભાગે યોગ્ય નિર્ણય લે છે.

3. ખર્ચ કરવામાં સંતુલન

અંક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ લોકો વ્યર્થ ખર્ચ (Expenditure) ટાળે છે અને એક-એક રુપિયાની કિંમત સમજે છે! આ જ એમની સમજદારી ભવિષ્ય માટે એમને સજ્જ કરે છે અને આર્થિક સંતુલન જાળવવામાં એમનો આ સ્વભાવ મદદરુપ થાય છે.

Mulank 5 , મૂળાંક 5, પૈસા ,સંભાળવામાં, માસ્ટર.

4. નાણાકીય આયોજન જ સાચી તાકાત

અંક શાસ્ત્ર અનુસાર, ઘણા લોકો સારો એવો પૈસો તો કમાઇ લે છે પણ એને સંભાળવામાં નિષ્ફળ જાય છે. મૂળાંક 5 વાળા લોકો ઓછી આવકમાં પણ બચત (Saving) કરવામાં માહેર હોય છે અને વધુ કમાણી કરે તો એને યોગ્ય દિશામાં વાળે છે. એમનો આ જ ગુણ એમને અન્યોથી અલગ બનાવે છે!

5. ધીમે-ધીમે કદાવર આર્થિક સામ્રાજ્ય જમાવે છે

મૂળાંક 5 વાળા જાતકો રાતોરાત અમીર (Rich) નથી બનતા પણ ધીરજ અને યોજનાઓ સાથે ધીમે-ધીમે દ્રઢ આર્થિક સ્થિતિ કેળવે છે. આ જ કારણ છે કે એમની પાસે સ્થિરતા, સુરક્ષા અને નાણાકીય સ્વતંત્રતા ત્રણેય હોય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો ગણેશજીનો પ્રિય અંક કયો છે? તમને કેવું ફળ મળશે…

આ પણ વાંચો: આ મૂળાંકની યુવતીઓ હોય છે અત્યંત ચાલાક, જૂઠ્ઠું બોલવામાં હોશિયાર ઉપરાંત ચતુર અને વિચારશીલ…!

આ પણ વાંચો: ભાગ્યવાન હોય છે મૂળાંક 1 વાળા જાતકો…પ્રાપ્ત કરે છે સત્તા અને ઐશ્વર્ય…શું કહે છે અંક શાસ્ત્ર..!