સિંધુ જળ સંધી પર ભારતથી નારાજ થયેલાં પાકિસ્તાને વર્લ્ડ બેન્કનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ ત્યાંથી પણ એને નિરાશા જ
સાંપડી છે. ૨૧ મે અને ૨૨ મે ના રોજ સિંધુ જળ સંધી પર ચાર પાકિસ્તાની પ્રતિનિધિઓ અને વર્લ્ડ બેંક વચ્ચે થયેલી બેઠકમાં
મધ્યસ્થી થઇ શકી નથી. આ વાતની પુષ્ટિ વર્લ્ડ બેન્કે કરી છે. આ બેઠક દરમિયાન વર્લ્ડ બેન્કે પાકિસ્તાની પ્રતિનિધીઓને કહ્યું કે આ
મામલામાં એમની ભૂમિકા સીમિત અને પ્રક્રિયાત્મક છે.
તેમ છતાં બેન્કે કહ્યું કે તેઓ બંને દેશો સાથે સંધી પ્રવધાનોને અનુરૂપ મુદ્દાઓ હાલ કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે.
વર્લ્ડ બેન્કે આ દરમિયાન જમ્મુ કાશ્મીરના બંદીપોરા જીલ્લામાં કિશનગંગા હાઈડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટના ઉદ્ઘાટન પણ ચિંતા વ્યક્ત કરી
હતી. ૧૮ મે ના રોજ પાકિસ્તાની વિદેશમંત્રીએ ભારત દ્વારા નિર્માણ કરવામાં આવી રહેલા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ પર ચિંતા વ્યક્ત
કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે ભારત જળ સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે.
જણાવી દઈએ કે ભારતે સિંધુ જળ સંધી મુજબ જેલમ અને ચેનાબ નદી પર રેટલ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્લાન્ટ અને કિશનગંગાના
નિર્માણ ની અનુમતી આપી છે. પાકિસ્તાને કિશનગંગા પ્રોજેક્ટનો પણ વિરોધ કર્યો હતો. ભારતે તર્ક આપ્યો હતો કે સંધીમાં પાણીના
બીજા ઉપયોગની અનુમતિ છે જે મુજબ ભારત આ પ્રોજેક્ટ નું નિર્માણ કરી રહ્યું છે.
કિશનગંગા નદી પાકિસ્તાનમાં પણ ફેલાયેલી છે, ત્યાં તેને નીલમ નામથી ઓળખવામાં આવે છે.
ભાતે ૨૦૦૯માં કિશનગંગા યોજના પર કરવાનું શરુ કર્યું હતું. પાકિસ્તાને આ યોજનાનો વિરોધ કર્યો હતો અને આ મામલાને ધ હેગ
સ્થિત અંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં લઇ ગયું હતું જ્યાં આ યોજના પર ત્રણ વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
છેલ્લે ૨૦૧૩માં અદાલતે ફેસલો સંભળાવ્યો કે કીશનગંગાનું પાણી ડાયવર્ટ કરીને ભારત આ યોજના પર કામ કરી શકે છે.
મે ૨૦૧૪માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની વાળી સરકારે આ યોજના પર ઝડપથી કામ કરવાનું શરુ કર્યું હતું.
સિંધુ જળ સંધી ભારત અને પાકિસ્તાન વચ્ચે જળ વિતરણની સંધી છે જેના મુજબ બંને દેશો વચ્ચે પ્રભાવી જળ વ્યવાસ્સ્થા સૂચવે
છે. જણાવી દઈએ કે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન દ્વારા ૧૯
સપ્ટેમ્બર ૧૯૬૦ ના રોજ કરાચીમાં આ સંધી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
