National News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા. ૨૪ એપ્રિલના રોજ બિહારના મધુબની ખાતેથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમ અંતર્ગત તેઓ દેશભરમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે તેમજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્તની સાથે વિવિધ લાભોનું પણ વિતરણ કરવાના છે.આ અવસરે વડાપ્રધાનના હસ્તે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પંચાયતોની સિદ્ધિને પ્રોત્સાહન આપતા રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો પણ એનાયત કરવામાં આવશે.
આ ઉપરાંત વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણના દેશભરના 15 લાખ નવા લાભાર્થીઓને મંજૂરીપત્ર સોંપશે અને 10 લાખ લાભાર્થીઓને હપ્તાઓ પણ રિલીઝ કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાતનો રાજ્ય કક્ષાનો ‘રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ’ મહેસાણા જિલ્લાના આખજ ગામ ખાતે યોજાશે.
રાજ્ય કક્ષાના આ કાર્યક્રમમાં પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ સહિત મહાનુભાવો–હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. આ અવસરે રાજ્યના વિવિધ જિલ્લાઓની પંચાયતોના વિકાસ કામોના લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરનો પંચાયત એડ્વાન્સમેન્ટ ઈન્ડેક્ષના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પંચાયત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ ૨૦૨૨-૨૩ના રિપોર્ટમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે જે આપણા માટે ગૌરવ સમાન છે.
આ પણ વાંચો:દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પેકેજ 8 અને 9 પર અપડેટ, ગુજરાતમાં વડોદરાથી વિરાર સુધી કેટલું કામ થયું છે?
આ પણ વાંચો:વડોદરામાં બિલ્ડીંગ ધ્રુજતાં જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી
આ પણ વાંચો:વડોદરામાં મોડી રાત્રે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 8 ઈજાગ્રસ્ત
