Mumbai/ જરા બચકે, યે હે બોમ્બે મોરી….હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ પર રેડમાં બોલિવુડ-ટીવી અભિનેત્રીઓ ઝડપાઇ

દેશની શાન સમી માયા નગરી મુંબઈનાં એક ઉપનગરીય ગોરેગાંવમાં ફાઇવ સ્ટાર હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા હોટલ રેડમાં બોલિવૂડ અભિનેત્રી સહિત ત્રણ છોકરીઓ મળી આવી હતી. પોલાસે તમામ હાઇપ્રોફાઇલ લલનાઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણ છોકરી સહિત તમામ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની દેહ વ્યાપાર એક્ટ હેઠળની કલમ સાથે […]

India

દેશની શાન સમી માયા નગરી મુંબઈનાં એક ઉપનગરીય ગોરેગાંવમાં ફાઇવ સ્ટાર હોટેલમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો. પોલીસ દ્વારા હોટલ રેડમાં બોલિવૂડ અભિનેત્રી સહિત ત્રણ છોકરીઓ મળી આવી હતી. પોલાસે તમામ હાઇપ્રોફાઇલ લલનાઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણ છોકરી સહિત તમામ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની દેહ વ્યાપાર એક્ટ હેઠળની કલમ સાથે કેસ નોંધી આ મામલે વધુ તપાસ હાથધરી છે.

સામે આવી રહેલી વિગતો પ્રમાણે ગત શુક્રવારે મોડી સાંજે મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમે ગોરેગાંવમાં  આવેલી એક ફાઇવ સ્ટાર હોટલ પર દરોડા પાડ્યા હતા. પોલીસ ટીમના સભ્યોને ગ્રાહકો તરીકે હોટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સેક્સ રેકેટના ડીલરોને મળ્યા હતા. આ પછી પોલીસે દરોડા પાડ્યા હતા અને 3 મહિલાઓને સ્થળ પરથી બચાવી લેવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરેલી ત્રણ મહિલાઓમાંની એક બોલિવૂડ અભિનેત્રી છે. તેની ઉપર મોટી હોટલોમાં દેહ વ્યાપાર માટે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીથી સંબંધિત અભિનેત્રીઓને લાવવાનો આરોપ છે.

ઘરપકડ કરવામાં આવી છે તે અભિનેત્રી પર આરોપ છે કે બોલીવુડના બેલી ડાન્સર અને બે ટીવી સીરિયલ કલાકારોએ હોટેલમાં દેહ વેપાર માટે 10 લાખ રૂપિયામાં સોદો કર્યો હતો. પોલીસે તુરત રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને આ મામલે વધુ તપાસની કાર્યવાહી શરૂ કરી હતી. આ મામલે વધુ તપાસમાં પોલીસને બોલિવુડનાં ઘણા નામો સામે આવે તોવી આ શંકા છે.