રાજકીય દ્રષ્ટિકોણથી આજનો દિવસ ખૂબ મહત્વનો સાબિત થઇ રહ્યો છે. આજે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થવા જઇ રહ્યા છે. પશ્ચિમ બંગાળની 292 બેઠકો, આસામમાં 126, કેરળની 140, તમિળનાડુની 234 અને પુડુચેરીની 30 બેઠકો માટે મતદાન યોજાયું છે, જેનાં પરિણામો આજે જાહેર કરવામાં આવશે.
પ.બંગાળ મત ગણતરી / વલણોમાં સ્પષ્ટ થઇ રહ્યુ છે, આવશે તો મમતા બેનર્જી જ, 200 નો આંકડો કર્યો પાર
સવારે આઠ વાગ્યાથી મતગણતરી ચાલુ છે. કોવિડ પ્રોટોકોલને પગલે ચુસ્ત સુરક્ષા હેઠળ મતગણતરી કરવામાં આવી રહી છે. બંગાળમાં, જ્યાં સીએમ મમતા બેનર્જીને હેટ્રિકની આશા છે, તો બીજી તરફ ભાજપને આશા છે કે કમલ આ વખતે પશ્ચિમ બંગાળમાં ખીલશે. પરંતુ હાલમાં આવી રહેલા વલણોને જોતા ટીએમસી ભાજપથી ઘણી આગળ પહોંચી ગઇ છે. ટીએમસીએ વલણોમાં 200+ નો આંકડો મેળવ્યો છે. વળી મળી રહેલી માહિતી અનુસાર, નંદીગ્રામથી મમતા બેનર્જી આગળ ચાલી રહીછે. આ પહેલા શુબેન્દુ અદિકારી 1500+ વોટોથી આગળ ચાલી રહ્યા હતા. જો કે આ વલણોને જોતા ટીએમસીનાં કાર્યકર્તાઓ બેકાબુ બની ગયા છે. તેઓ કોરોનાવાયરસની મહામારીમાં કોવિડ પ્રટોકોલને ગોળીને પી ગયા છે. બંગાળનાં મોટા શહેરોમાં હાલમાં કાર્યકર્તાઓ વલણોમાં મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતા રસ્તે ઉજવણી કરી રહ્યા છે. વલણોમાં ટીએમસીનાં પ્રદર્શનને જોતાં પ્રતિબંધ છતાં રસ્તાઓ પર ઉજવણી શરૂ થઈ ગઈ છે. કોલકાતાનાં કાલીઘાટથી આસનસોલ સુધી, ટીએમસીનાં કાર્યકરો પરિણામ પૂર્વે વિજયની ઉજવણી કરવા રસ્તા પર ઉતર્યા હતા. જ્યારે આવી કોઇ પણ ઉજવણી ન કરવા ચૂંટણી પંચે આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતા આ આદેશને ટીએમસીનાં કાર્યકર્તાઓ ગોળીને પી ગયા છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રસ્તે ઉતરી આવ્યા છે.
#WATCH TMC supporters celebrate at Kalighat, Kolkata as party leads on 202 seats as per official trends#WestBengalElections2021 pic.twitter.com/iiOyPhf8be
— ANI (@ANI) May 2, 2021
પુડ્ડુચેરી મત ગણતરી / જો વલણો પરિવર્તિત થયા પરિણામમાં તો રાજ્યમાં બનશે NDA ની સરકાર
આપને જણાવી દઇએ કે, બંગાળમાં પહેલા જ રેલીઓ અને રોડ શો નાં કારણે રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે, ત્યારે આ પ્રકારની ઉજવણીમાં ભારે ભીડ એકઠી થવી કોરોના મહામારીમાં વધારો કરવા બરોબર છે. ઉલ્લેખનીય છે કે, 2016 નાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો બીજા ચાર રાજ્યોનાં પરિણામોની સાથે 19 મે 2016 નાં રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મમતા બેનર્જીની આગેવાનીવાળી એઆઈટીસી એ ત્યારે 211 બેઠકો જીતી લીધી હતી અને આ બહુમતી સાથે ફરીથી ચૂંટાઇ આવી હતી. આ સિવાય, તૃણમૂલ કોંગ્રેસમાં વર્ષ 1962 માં કોઈ પણ સાથી/ઘટકદળ વગર જીત મેળવનાર પ્રથમ શાસક પક્ષ બન્યો હતો. 2016 ની ચૂંટણીમાં લેફ્ટ અને કોંગ્રેસની બેઠકો મર્જ કરવામા આવે, તો પછી આંકડો 70 પર પહોંચી ગયો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

