Not Set/ શંકરસિંહ વાઘેલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ PM મોદીએ આજે સવારે ફોન કરી પુછી તબિયત

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેમની તબિયતને લઇને સતત સમાચાર સામે આવી રહ્યા છે. તેમને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. આ પછી શનિવારે તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. જો કે તાજા જાણકારી મુજબ […]

India

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેમની તબિયતને લઇને સતત સમાચાર સામે આવી રહ્યા છે. તેમને છેલ્લા બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. આ પછી શનિવારે તેમનો કોરોના ટેસ્ટ કરાયો હતો જેમા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તે હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. જો કે તાજા જાણકારી મુજબ તેઓ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ થઇ ગયા છે. આપને જણાવી દઈએ કે, સમર્થકોમાં ‘બાપુ‘ તરીકે જાણીતા શંકરસિંહ વાઘેલા 1996 માં ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરસિંહ વાઘેલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આજે સવારે ફોન કરીને તેમની તબિયત વિશે પુછ્યું હતુ. વડા પ્રધાને ફોન દ્વારા શંકરસિંહ વાઘેલાનાં સ્વાસ્થ્ય વિશેની તમામ માહિતી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.