અત્યાર સુધી લદ્દાખમાં ભારતીય સીમામાં ઘૂસણખોરી કરતા ચીનની શાન ઠેકાણે આવી ગઇ છે. અકડુ ચીન હવે મીઠી ભાષા બોલવા લાગ્યુ છે. અને લદ્દાખમાં ભારતીય સીમામાં પહોચેલી ચીની સેના પણ હવે બે કિલોમીટર પાછી હટી ગઇ છે. તો ભારતીય સેના પણ લગભગ એક કિલોમીટર પરત ફરી છે. ભારતની ચોતરફી રણનિતીએ ચીનાઓને ઘૂંટણીએ પાડી દીધા છે.
લદ્દાખમાં ચીનની ચાલ ઉલટી પડી ગઇ છે. ચીનની અકકડ ઢીલી પડી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની વાતચીતના હજુ કલાકો પણ પસાર થયા ન હતા. ત્યાં તો ચીનના બોલ બદલાઇ ગયા. પોતાની સેનાને યુદ્ધ માટે તૈયાર રહેવાનું ફરમાન કરનારા જીનપિંગ તરફથી હવે ઉકેલની વાત કરવામાં આવી રહી છે. લદ્દાખમાં જે ચીને દબંગાઇ દેખાડતાં ભારતની સામે ડોળા કાઢયા. હવે તે નજરો ઝુકાવી રહયુ છે. લદ્દાખની પેલીપાર લડાકુ વિમાન ઉડાડનારા ચીન,હવે બધુ કાબુમાં હોવાની વાત કરી રહયુ છે.

ચીનના વિશેમંત્રાલયના પ્રવકતા, જાઓ લીઝયાનની સામે એક સવાલ શું ઉભો થયો..? કે તેમની જુબાનમાંથી શાંતિના ફુલ વરસવા લાગ્યા. તેમને પુછવામાં આવ્યું. ભારત અને ચીનના તણાવ વચ્ચે. મોદી અને ટ્રંપ વચ્ચે થયેલી ટેલીફોનિક વાતચીતને લઇને. ચીનનું શું કહેવુ છે..? જાઓ લિયાને કહયુ કે, ભારતની સાથે સીમા વિવાદ પર ચીનની સ્થિતી સ્થિર અને અસ્પષ્ટ છે. બંને દેશના નેતાઓ વચ્ચે થયેલી સમજૂતિને ઇમાનદારી લાગુ કરવામાં આવી છે. જો કે ચીની પ્રવકતાએ ફરી એક વાર વાતને દોહરાવી છે કે, લદ્દાખમાં ભારત ચીન સીમા પર હાલત સ્થિર અને કાબુમાં કરવાની સ્થિતી છે. એટલું જ નહી,બંને દેશો વચ્ચે વાતચિતનું મિકેનિઝમ છે. એટલે આ મામલાને પતાવી લેવામાં આવશે.

તમનેજણાવી દઇએ કે પૂર્વ લદાખ સરહદે એલએસી પર ચીન સાથે જારી વિવાદમાં ચારેય તરફની રણનીતિની અસર દેખાવા લાગી છે. પાંચમી મેથી આક્રમક વલણ બતાવતા ચીનના લશ્કરે છેલ્લા ચાર દિવસથી અહીં કોઈ સૈન્ય ગતિવિધિ નથી કરી. અને હેવે પીપલ્સ લિબરેશન આર્મી એ વિસ્તારોમાંથી પાછળ હટવાનું શરૂ કર્યું છે. જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય સરહદમાં અતિક્રમણ ચાલતું હતું. જોકે, ભારત ચીન સાથે સરહદી વિવાદો થાય ત્યારે દ્વિપક્ષીય વાતચીત અને ચીન સૈન્ય ખડકી દે એ પછી દબાણમાં નહીં આવીને સમાન સૈન્ય ક્ષમતા અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો સહારો લે છે.

આ કારણસર ચીનના સૈનિકોની ટુકડીઓ ગલવાન નાલા વિસ્તારથી બે કિ.મી. પાછળ હટવાનું શરૂ કરી દીધું છે. જોકે, પેટ્રોલ પોઈન્ટ 14, ગોગરા પોસ્ટ અને ફિંગર-4 નજીક હજુયે ચીની સૈનિકો છે. ગલવાન નાલામાં ચીની સૈનિકો ઘણાં આગળ આવ્યા હતા. પરંતુ આ વિસ્તારમાં પહેલા કોઈ વિવાદ ન હતો. જો કે બંને દેશ વચ્ચે 6 જૂને લે. જનરલ રેન્કના સૈન્ય અધિકારીઓની બેઠક થવાની છે. જેમાં બંને દેશનો વિવાદ ઉકેલાઈ જવાની શક્યતા છે. ભારત તરફથી આ બેઠકની આગેવાની ભારતીય સેનાની 14મી કોરના કમાન્ડર લે. જનરલ હરિન્દર સિંહ લે તેવી શક્યતા છે.
પૂર્વ લદાખમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલુ હતો ત્યારે બંને દેશની સેના સામસામે તહેનાત હતી. આ સ્થિતિમાં ચીનને વ્યૂહાત્મક રીતે જડબાતોડ જવાબ આપવા માટે અને બરાબરીની ટક્કર આપવા માટે સરહદે વ્યૂહાત્મક સ્થળોએ ભારતીય સૈન્યે તૈયારી વધારી દીધી હતી. આ વ્યૂહ માટે સેનાએ પાંચ રણનીતિકારોની ટીમ પણ બનાવી હતી. તેમાં વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે સામેલ છે.

તમને જણાવી દઇએ કે, અત્યાર સુધીના અડીયલ ચીનમાં હવે બદલાવ જરૂર આવ્યો છે. અને એ સંકેત પણ મળ્યા છે કે., વાતચીતના આધારે બંને દેશ આ મામલાને ઉકેલી લેશે. આ પહેલાં અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે બંને દેશો વચ્ચે સમસ્યાના ઉકેલ માટે મધ્યસ્થતાનો પ્રસ્તાવ મુકયો હતો. તેમણે તો ત્યાં સુધી કહી દીધુ હતુ કે, વડાપ્રધાન સાથે વાતચીત થયા બાદ ખબર પડી કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીનો ચીનને લઇને મૂડ સારો નથી. જો કે, મધ્યસ્થતાના પ્રસ્તાવને ભારતે ઠુકરાવી દીધો હતો. પણ રાષ્ટ્રપતિ ટ્રંપે તેમના રણનિતીના ભાગીદાર ભારતની સાથે ઉભા રહેવાની સાબિતી આપી દીધી. મંગળવારે ટ્રંપે મોદી સાથે ટેલીફોન પર લાંબી વાતચીત કરી. તો ભારતને જી-૭ની સદસ્યતાનું આમંત્રણ પણ આપ્યું. અને મોદીને કહયુ કે તે,સપ્ટેમ્બરમાં થનારી બેઠકમાં સામેલ થાય.

જો કે, આ વાતને લઇને ચીનમાં ખલબલી મચી ગઇ છે. કોરોનાને લીધે દુનિયાભરમાં ચીનની ઘેરાબંધી કરવામાં આવી રહી છે. તેવામાં તે હવે ભારત સાથે તણાવ ઓછો કરવા માંગે છે. આશા છે કે, જયારે ૬ જૂને વાતચીતનો દોર શરૂ થશે. તો ચીનનું ઘમંડ ચકનાચૂર થઇ જશે..
@મંતવ્ય વિશેષ – ચીરાગ પંચાલ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
