Vadodara News/ વડોદરામાં બિલ્ડીંગ ધ્રુજતાં જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી

મોડી રાત્રે બિલ્ડીંગ ધસી પડતાં પોલીસ, ફાયરબ્રિગેડ તાત્કાલિક જાણ કરી દેતાં ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક

Gujarat Vadodara

Vadodara News: વડોદરા (Vadodara)માં ગઈકાલ રાત્રે 3 માળનો ફ્લેટ ધરાશાયી થતાં જીવ બચાવવા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ અચાનક 33 વર્ષ જૂના સૂર્યકિરણ ફ્લેટનો એક ભાગ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે તમામ લોકોનો બચાવ થયો હતો.

મોડી રાત્રે બિલ્ડીંગ ધસી પડતાં પોલીસ, ફાયરબ્રિગેડ તાત્કાલિક જાણ કરી દેતાં ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. આ બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક શોરૂમ બનાવવામાં આવી રહ્યો હતો, જેનું કામ ચાલુ હતું. દરમિયાન, રવિવારે મોડી રાત્રે, ઇમારતનો એક ભાગ અચાનક ધરાશાયી થયો અને 2 થી 3 પરિવારના સભ્યો પોતાનો જીવ બચાવવા માટે ભાગી ગયા. જોકે, નજીકના અન્ય ફ્લેટ પણ જર્જરિત હોવાથી, સાવચેતીના પગલા તરીકે તેમાં રહેતા પરિવારોને પણ નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફાયર બ્રિગેડની ત્રણ ટીમોએ અંદર ફસાયેલા લોકોને શોધવાની કોશિશ કરાઈ હતી. આ મામલે કોર્પોરેટર શ્રીરંગ ઐયરનું કહેવું છે કે સૂર્યકિરણ બિલ્ડિંગ (Suryakiran Building)ના ગ્રાઉન્ડ ફ્લોર પર નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. નીચેના ગ્રાઉન્ડ ફ્લોર પરની પાર્ટીશન વોલ દૂર કરવામાં આવી હતી અને કામદારો ડ્રિલર સાથે કામ કરી રહ્યા હતા, જેના કારણે ઇમારત હલી રહી હતી. સમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે એક 3 માળનો સૂર્યકિરણ ફ્લેટ ધરાશાયી થયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. ફ્લેટમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડ્યા હતા, જેમાં બે યુવાનો ફસાઈ ગયા હતા. પરંતુ તેમને પણ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે 3 મહિલાઓ અને 1 યુવકને બહાર નીકળતી વખતે બચાવી લેવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગોંડલમાં મકાન ધરાશાયી થતાં 1 મહિલાનું મોત

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં નિર્માણાધીન પુલનો સ્લેબ ધરાશાયી, 4 ને ઈજા અને 3 મજૂરોના મોત

આ પણ વાંચો:દિલ્હીના મુસ્તફાબાદમાં 4 માળની ઇમારત ધરાશાયી થતાં 6 લોકોના મોત, કાટમાળ નીચે ઘણા લોકો દટાયા