Surat News : જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ આજે રાત્રે અંદાજે ૮:૫૫ વાગ્યે મુંબઈથી અમદાવાદ એરપોર્ટ આવશે. જેમાં મંત્રી ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા અને મુકેશ પટેલ હાજર રહેશે.
સુરતના આશાસ્પદ યુવકનો મૃતદેહ દિલ્હીથી અંદાજિત રાત્રે ૧૧ વાગ્યે સુરત એરપોર્ટ લાવવામાં આવશે. ત્યારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સુરત એરપોર્ટ પર હાજર રહેશે અને આશાસ્પદ યુવકનો મૃતદેહ પરિવારને સોંપશે અને પરિવારજનોને સાંત્વના પાઠવશે.
આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત
