અમેરિકનાં એક શીર્ષ અધિકારીએ જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન ભારતને પ્રમુખ વૈશ્વિક શક્તિ રૂપે ઉભરવામાં અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં એક પ્રમુખ સહયોગીના રૂપમાં તેમનું સમર્થન કરે છે. અમેરિકાના વિદેશ મંત્રાલયની પ્રવક્તા હીથર નોર્ટે કહ્યું હતું કે અમેરિકા અને ભારત વચ્ચે સબંધ ક્યારેય આનાથી મજબુત અને ગાઢ નથી રહ્યા. બંને દેશો વચ્ચે હાલ જ વેપાર વિવાદ અને રૂસ અને ઈરાન વિરુદ્ધ પ્રતિબંધો પર નવી દિલ્લીની પ્રતિક્રિયા બાદ ભારત-અમેરિકાના સબંધોની સ્થિતિમાં પૂછવામાં આવેલા સવાલમાં તેમને પ્રતીક્રીય વ્યક્ત કરી હતી.
અમેરિકાના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ એક કાયદાકીય ‘ધ કાઉન્ટરીંગ અમેરીકાસ એડવર્સરીઝ થ્રુ સૈન્ગેક્શન એક્ટ’ પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત રૂસ, ઈરાન અને ઉત્તર કોરિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સીએએટીએસએફ ના સેક્શન ૨૩૧ અંતર્ગત રૂસ સાથે રક્ષા અને જાસુસી ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ લેવડ-દેવળ કરનાર પર માધ્યમ પ્રતિબંધોનું પ્રાવધાન રાખવામાં આવ્યું છે.
હિથારે જણાવ્યું છે કે,
અમેરિકા-ભારત સાજેદારી મ્યુચ્યુઅલ લોકતાંત્રિક મુલ્યો પર આધારિત છે અને નિયમ આધારિત વ્યવસ્થા માટે પ્રતિબદ્ધ છે.”
તેમને જણાવ્યું હતું કે,
ભારતને પ્રમુખ વૈશ્વિક શક્તિ રૂપે ઉભરવામાં અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પ્રમુખ સહયોગીના રૂપે જોવા માટે ભૂમિકા ભજવીશું.”
વિદેશ મંત્રાલયના એક અન્ય પ્રવક્તા નામ ના જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને રક્ષામંત્રી જીમ મૈટીસ પોતાના સમક્ષકો સાથે આ વર્ષે વોશિંગ્ટનમાં પહેલી “ભારત-અમેરિકા ડાયલોગ” ની મેજબાની કરવાની તૈયારીમાં છે. આ બેઠકની તારીખની હજુ સુધી જાહેરાત કરવામાં નથી આવી. સોર્સ દ્વારા આ જાણાકારી મળી છે કે આ બેઠકની આગેવાની સુષ્મા સ્વરાજ અને નિર્મલા સીતારામન કરશે.
