નેપાળથી પરત આવ્યા બાદ આપ્યો હતો ઇન્ટરવ્યૂ
મળતી માહિતી મુજબ, શ્રદ્ધા દુબે(Shraddha Dubey)લખનૌથી સીતાપુર અને બહરાઇચ થઈને નેપાળ પહોંચી હતી. ત્યારબાદ 18 ઑક્ટોબરે તે નેપાળથી ઉત્તર પ્રદેશ પરત આવી હતી. આ દરમિયાન તેણે સમાચાર એજન્સી ANIને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
ઇન્ટરવ્યૂમાં શ્રદ્ધાએ શિવ શર્માની હત્યાના આરોપોને નકારી કાઢતાં કહ્યું હતું કે, “મેં શિવાની હત્યા કરી નથી. શિવ મારી આંખો સામે બિલ્ડિંગના ચોથા માળેથી કૂદી પડ્યો હતો.”ઇન્ટરવ્યૂ સામે આવ્યા બાદ પણ લખનૌ પોલીસ તેને પકડી શકી નહોતી. ત્યારબાદ તપાસ અને ધરપકડ માટે ઉત્તર પ્રદેશ એસટીએફને જવાબદારી સોંપવામાં આવી હતી.
બુરખો પહેરીને નાની હોટલોમાં રહેતી હતી
ઉત્તર પ્રદેશ એસટીએફ(Uttar Pradesh STF)ના વડા અમિતાભ યશના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા ધરપકડથી બચવા માટે નાની-નાની લૉજમાં રહેતી હતી. તે બુરખાનો ઉપયોગ કરતી હતી અને મોબાઇલ ફોનનો પણ ઓછો ઉપયોગ કરતી હતી.
આ પહેલાં તેની છેલ્લી લોકેશન આગ્રામાં મળી હતી. ત્યાં તે સીસીટીવી કેમેરામાં બુરખો પહેરેલી જોવા મળી હોવાની માહિતી સામે આવી હતી.
નાગપુરના એપાર્ટમેન્ટમાંથી ત્રણેયની ધરપકડ
સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધા દુબે, તેની બહેન રશ્મિ અને ડ્રાઇવર દાનિશ પહેલાં કાર દ્વારા દિલ્હી પહોંચ્યાં હતાં. ત્યારબાદ ત્રણેય વિમાન મારફતે નાગપુર ગયાં હતાં.
ત્રણેય નાગપુરના બેલતરોડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચિંચભવન સ્થિત ‘પ્રોઝોન કામ’ (Prozone Calm) એપાર્ટમેન્ટમાં છુપાયેલાં હતાં. ઉત્તર પ્રદેશ એસટીએફ અને નાગપુર ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત કાર્યવાહી કરીને એપાર્ટમેન્ટની ઘેરાબંધી કરી હતી અને ત્રણેયને કસ્ટડીમાં લીધાં હતાં. ત્યારબાદ નાગપુર પોલીસે(Nagpur Police) તેમને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપ્યાં હતાં. આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.
9 ઑક્ટોબરે થઈ હતી Shiva Sharmaની મોત
વેપારી શિવ શર્માનું 9 ઑક્ટોબરે લખનૌના અવધ ગ્રીન એપાર્ટમેન્ટના ચોથા માળેથી શંકાસ્પદ સંજોગોમાં નીચે પડ્યા બાદ મોત થયું હતું. આ કેસમાં તેમની લિવ-ઇન પાર્ટનર અને મોડેલ શ્રદ્ધા દુબે આરોપી છે.
જોકે, શ્રદ્ધાએ તેના પર લાગેલા હત્યાના આરોપોને નકારી કાઢ્યા છે. કેસની તપાસ અને કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે. આરોપો અંગે અંતિમ નિર્ણય કોર્ટની પ્રક્રિયા બાદ જ આવશે.
આ પણ વાંચો: ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત: PSI યશ પટેલ સહિત 3નાં મોત
આ પણ વાંચો: ગાંધીનગરના અડાલજ રોડ પર ગમખ્વાર અકસ્માત: MBBSની વિદ્યાર્થિની સહિત 3નાં મોત
આ પણ વાંચો: અમદાવાદના ગુલબાઈ ટેકરામાં કારની ટક્કરથી 5 વર્ષના બાળકનું મોત
