Bharuch News: ભરૂચના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર ટેમ્પા વચ્ચે ગંભીર અકસ્માત(Bharuch Accident) સર્જાયો છે. વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી કાર આગળ ચાલતા આઈસર સાથે અથડાતાં ત્રણ યુવકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI યશ પટેલ સહિત ત્રણનો સમાવેશ થાય છે. મિત્રને મળવા માટે જઈ રહેલા યુવકો સાથે બનેલી આ દુર્ઘટનાથી પોલીસ વિભાગ સહિત તેમના પરિચિતોમાં શોકની લાગણી ફેલાઈ છે.
Bharuch Accident: PSI યશ પટેલ સહિત ત્રણના મોત
પ્રાથમિક માહિતી અનુસાર, વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI યશ પટેલ તેમના મિત્રો સાથે કારમાં ભરૂચ તરફ જઈ રહ્યા હતા. મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે(Delhi-Mumbai Expressway) પર પહોંચતાં તેમની કાર આગળ જઈ રહેલા આઈસર ટેમ્પા સાથે જોરદાર રીતે અથડાઈ(Collided violently with an Eicher Tempo) હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત થયો હતો અને વાહન પલટી ખાઈ ગયું હતું.
અકસ્મા્ત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. કારમાં સવાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ દુર્ઘટનામાં ત્રણ યુવકોએ જીવ ગુમાવ્યો હતો.
આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં વડોદરા DCB બ્રાન્ચના PSI યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનો સમાવેશ થાય છે. કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આઈસરચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ
અકસ્મા્ત બાદ આઈસરચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. બનાવની જાણ થતાં ભરૂચ તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતકોનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત અંગેની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ફરાર આઈસરચાલકને શોધવા માટે પોલીસ તપાસ કરી રહી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને વાહનોની ગતિ સહિતનાં કારણો અંગે વધુ તપાસ બાદ વિગતો સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: ગાંધીનગરના અડાલજ રોડ પર ગમખ્વાર અકસ્માત: MBBSની વિદ્યાર્થિની સહિત 3નાં મોત
આ પણ વાંચો: ખાટુ શ્યામનાં દર્શને જતાં ભયાનક અકસ્માત, 5 મહિલાઓ સહિત 8નાં મોત; 23 ઘાયલ
આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રિ વચ્ચે માર્ગ અકસ્માતોની વણઝાર, બે દિવસમાં 4નાં મોત
